હું મરવા માગું છું કહીને મુસાફરે ચાલતી બસનું સ્ટીઅરિંગ વ્હીલ હલાવી દીધું

29 July, 2026 08:11 AM IST  |  Latur | Gujarati Mid-day Correspondent

ST બસ ૩ સ્કૂલ-બસને અથડાઈ ગઈ, પાંચ લોકોને ઈજા

ઘાયલ હોવા છતાં ડ્રાઇવરે આરોપી યુવાનને ઝડપી તેણે આમ કેમ કર્યું એવા સવાલ કર્યા હતા.

મહારાષ્ટ્રના લાતુરમાં એક મોટા માર્ગ-અકસ્માતમાં એક પુરુષ મુસાફરે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની ચાલતી બસનું સ્ટીઅરિંગ વ્હીલ ખેંચી લીધું હતું જેના કારણે બસ ત્રણ-સ્કૂલ બસો સાથે અથડાઈ હતી. આ ઘટના સોમવારે બપોરે લગભગ ૨.૩૦ વાગ્યે નોંધાઈ હતી.

એક મુસાફરે અચાનક સ્ટીઅરિંગ વ્હીલ પકડી લીધું હતું, જેના કારણે વાહન નિયંત્રણ બહાર ગયું હતું. ત્યાર બાદ બસ લાતુર-ઔસા રોડ પર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ત્રણ સ્કૂલ-બસ સાથે અથડાઈ હતી. લાતુર ડેપો મૅનેજર રાઠોડના જણાવ્યા અનુસાર લાતુરથી ઔસા જતી ST બસમાં એક મુસાફર ડ્રાઇવરની કૅબિનમાં ઘૂસી ગયો અને હું મરવા માગું છું એમ કહીને સ્ટીઅરિંગ વ્હીલને બળજબરીથી ખેંચી લીધું અને અેના લીધે અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાનિ કે મોટી ઈજાઓ થઈ નથી. આ ઘટના દરમ્યાન એક સ્કૂલ-બસ રસ્તાની એક બાજુ પલટી ગઈ હતી.

mumbai news mumbai latur maharashtra news maharashtra