✕

વસઈમાં હૉસ્પિટલની લિફ્ટમાં વધુ લોકો ચડી ગયા, લિફટનો રોપ સરકી ગયો અને દુર્ઘટના થઈ, જોકે બધા જ સેફ રહ્યા

29 November, 2026 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લિફ્ટ થોડી એક બાજુ ઝૂકી ગઈ અને પછી ફસાઈ ગઈ હતી, પરંતુ સિક્યૉરિટી સ્ટાફ અને એક ઇલેક્ટ્રિશ્યન દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વસઈની ડી.એમ. પેટિટ મ્યુનિસિપલ હૉસ્પિટલમાં શુક્રવારે ભરેલી લિફ્ટમાં હોસ્ટ રોપ લપસી પડતાં ખામી સર્જાઈ હતી. આ ઘટના બાબતે માહિતી આપતાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ના એક ઑફિસરે કહ્યું હતું કે ‘હોસ્ટ રોપ લપસી પડતાં લિફ્ટ નીચે પડી ગઈ હતી. લિફ્ટમાં છથી ૮ મુસાફરની અથવા આશરે ૫૦૦ કિલો વજનની ક્ષમતા છે, એ સામે આઠથી ૧૨ લોકો એમાં એકસાથે ઘૂસી ગયા હતા. સિક્યૉરિટી ગાર્ડે વધારાના લોકોને બહાર જવાનું કહ્યું એ છતાં તેઓ તરત જ અંદર પ્રવેશ્યા હતા. લિફ્ટના વાયર રોપ પર વધુ પ્રેશર પડતાં દબાણને કારણે એ ખસી ગયો હતો અને લિફ્ટ થોડી એક બાજુ ઝૂકી ગઈ અને પછી ફસાઈ ગઈ હતી, પરંતુ સિક્યૉરિટી સ્ટાફ અને એક ઇલેક્ટ્રિશ્યન દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.’

vasai brihanmumbai electricity supply and transport accident mumbai news mumbai news