Lok Sabha Elections 2024: પ્રકાશ આંબેડકરની પાર્ટી VBAએ તોડ્યું ગઠબંધન, ૯ બેઠકનાં ઉમેદવારોને ઉતાર્યાં મેદાનમાં

27 March, 2024 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: મહારાષ્ટ્રના પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડીએ એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

પ્રકાશ આંબેડકરની ફાઇલ તસવીર

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) પહેલા મહાવિકાસ અઘાડી (Maha Vikas Aghadi - MVA) પાર્ટી અને IND ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)ની પ્રકાશ આંબેડકર (Prakash Ambedkar)ની વંચિત બહુજન અઘાડી (Vanchit Bahujan Aghadi - VBA) પાર્ટીએ ગઠબંધનને અલવિદા કહી દીધું છે. સીટોની વહેંચણી અંગે મહાવિકાસ અઘાડી પાર્ટી સાથે વાતચીત નિષ્ફળ જતાં પ્રકાશ આંબેડકરની પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, પાર્ટીએ નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

પ્રકાશ આબેડકરની વંચિત બહુજન અઘાડીએ બુધવારે તેમના ઉમેદવારોની જાહેરાત કરી હતી જેઓ લોકસભા ચૂંટણી ૨૦૨૪ લડશે. તેઓએ અત્યાર સુધીમાં આઠ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વંચિત બહુજન અઘાડીના અખબારી નિવેદનમાં ટાંકવામાં આવ્યું છે કે, પાર્ટીની મહારાષ્ટ્ર રાજ્ય સમિતિની ૨૬ માર્ચે અકોલા (Akola)માં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar)ના પ્રપૌત્ર અકોલા બેઠક પરથી લોકસભા ચૂંટણી ૨૦૨૪ લડશે, એમ પાર્ટીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

પાર્ટીએ તેના અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વંચિત બહુજન આઘાડીની મહારાષ્ટ્ર રાજ્ય સમિતિની બેઠક મંગળવાર, ૨૬ માર્ચે રેખા ઠાકુરની અધ્યક્ષતામાં અકોલામાં મળી હતી. આ બેઠકમાં VBA મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ શ્રી સિદ્ધાર્થ મોકલે ઉપસ્થિત રહ્યા હતા. મહિલા આઘાડીના મહાસચિવ અરુંધતી શિરસાટ રૂબરૂમાં હાજર હતા. સમિતિના અન્ય સભ્યો ઈન્ટરનેટ કોન્ફરન્સ કોલ દ્વારા જોડાયા હતા.’

‘રાજ્ય સમિતિએ મહારાષ્ટ્રના સંસદીય મતવિસ્તાર માટે આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે નીચેના નામો નક્કી કર્યા છે.’, એમ નિવેદનમાં આગળ જણાવ્યું હતું. પાર્ટીએ અકોલા (Akola), ભંડારા-ગોંડિયા (Bhandara-Gondiya), ગઢચિરોલી-ચિમુર (Gadchiroli-Chimur), ચંદ્રપુર (Chandrapur), બુલઢાણા (Buldhana), અમરાવતી (Amravati), વર્ધા (Wardha) અને યવતમાલ-વાશિમ (Yavatmal-Washim) માટે તેમના ઉમેદવારો જાહેર કર્યા છે.

પાર્ટી સંજય ગજાનંદ કેવત (Sanjay Gajanand Kewa)ને ભંડારા-ગોંડિયા બેઠક પરથી જ્યારે હિતેશ મડાવી (Hitesh Madavi)ને ગઢચિરોલી-ચિમુર બેઠક પરથી ચૂંટણી લડશે. રાજેશ વારલુજી બેલે (Rajesh Warluji Belle) ચંદ્રપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી ૨૦૨૪ લડશે, એમ પાર્ટીએ જણાવ્યું હતું.

જ્યારે, વસંત રાજારામ મગર (Vasant Rajaram Magar) બુલઢાણા બેઠક પરથી અને કુમારી પ્રાજક્તા તારકેશ્વર પિલેવાન (Kumari Parjakta Tarkeshwar Pillewan) અમરાવતીથી ચૂંટણી લડશે. વધુમાં, પક્ષે વર્ધા અને યવતમાલ-વાશિમ બેઠકો પરથી અનુક્રમે પ્રો. રાજેન્દ્ર સાલુંકે (Prof Rajendra Salunke) અને ખેમસિંગ પ્રતાપરાવ પવાર (Khemsing Prataprao Pawar)ની ઉમેદવારીની જાહેરાત કરી હતી.

VBAએ તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તેઓ નાગપુર (Nagpur)થી ઉમેદવાર ઉભા કરશે નહીં અને તેના બદલે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપશે. નિવેદનમાં લખ્યું છે કે, ‘VBA સ્ટેટ કમિટીએ નાગપુર સંસદીય મતવિસ્તાર (PC No. 10)માંથી ઉમેદવાર ન ઉભા રાખવાનો નિર્ણય લીધો છે. VBA નાગપુર સંસદીય મતવિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપશે. રાજ્ય સમિતિએ સાંગલી સંસદીય મતવિસ્તાર (PC. No. 44)માંથી પ્રકાશ શેંડગે (ઓબીસી બહુજન પાર્ટી)ની ઉમેદવારીને ટેકો આપવાનો નિર્ણય લીધો છે, જો તેઓ ચૂંટણી લડે છે તો.’ પાર્ટીએ કહ્યું કે, તેઓ બુધવારે રામટેક (Ramtek)થી તેમના ઉમેદવારની જાહેરાત કરશે.

Lok Sabha Election 2024 Lok Sabha maha vikas aghadi vanchit bahujan aghadi maharashtra maharashtra news political news indian politics mumbai mumbai news