13 November, 2024 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર
વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈની માહિમ બેઠકમાં પહેલી વખત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેનો પુત્ર અમિત ઠાકરે ચૂંટણી લડવાનો હોવાથી આ બેઠક હૉટ બની ગઈ છે. અમિત ઠાકરેનો અહીં બે ટર્મથી જીતતા શિંદેસેનાના વિધાનસભ્ય સદા સરવણકર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉમેદવાર મહેશ સાવંત સામે મુકાબલો છે. આ હાઈ વૉલ્ટેજ લડાઈમાં આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે એમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેન્ડુલકરની એન્ટ્રી થઈ છે. જોકે સચિન તેન્ડુલકરે ચૂંટણીમાં પ્રત્યક્ષ રીતે રાજકારણ વિશે કોઈ ટિપ્પણી કે નિવેદન નથી આપ્યું. UBTના ઉમેદવાર મહેશ સાવંતે કહ્યું હતું કે ‘અમિત ઠાકરે બાલિશ છે. તેનો જન્મ રાજકારણીના ઘરમાં થયો છે. આથી તે જન્મથી રાજકારણના માહોલમાં છે. જોકે સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન પિતાની જેમ મહાન ક્રિકેટર નથી બની શક્યો. આટલામાં સમજી જવું જોઈએ.’