11 April, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામેશ્વર
બીડ જિલ્લાના પરળી તાલુકાના નાગાપુર ગામમાં રહેતા રામેશ્વર ગવ્હાણે નામના યુવાને પત્ની અને સાસરિયાંના ત્રાસથી કંટાળીને પોતાના ખેતરમાં જીવન ટૂંકાવી દીધું હતું. જોકે એ પહેલાં તેણે ફેસબુક પર પોસ્ટ લખીને પત્ની અને સાસરિયાંના ત્રાસને કારણે તે અંતિમ પગલું લઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે પત્ની, સાસરિયાં, કેટલાક ડૉક્ટરો અને વકીલનાં નામ પણ એ પોસ્ટમાં લખ્યાં હતાં. તેણે લખ્યું હતું કે ‘મારી પત્ની છેલ્લાં બે વર્ષથી મને ત્રાસ આપી રહી હતી. તે તેના ઓરિજિનલ સોનાના દાગીના પિયર લઈ ગઈ હતી અને ત્યાર બાદ એના જેવા જ ડુપ્લિકેટ દાગીના બનાવીને ઘરે લઈ આવી હતી. વળી તે પ્રેગ્નન્ટ ન હોવા છતાં ડૉક્ટરો પાસેથી ખોટાં સર્ટિફિકેટ લઈને છેતરપિંડી કરી રહી હતી.’
પત્ની પૈસા પડાવવા આમ કરી રહી હોવાનો આક્ષેપ રામેશ્વરે કર્યો હતો.