આજે બપોરે એક વાગ્યે આવશે મહારાષ્ટ્ર બોર્ડના દસમા ધોરણનું રિઝલ્ટ

08 May, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સત્તાવાર વેબસાઇટ્સ ઉપરાંત વિદ્યાર્થીઓ ડિજિલૉકર અને શૉર્ટ મેસેજ સર્વિસ (SMS) દ્વારા પણ તેમની ડિજિટલ માર્કશીટ મેળવી શકશે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) દ્વારા લેવાયેલી સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC)ની એટલે કે દસમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવશે. રિઝલ્ટ બપોરે એક વાગ્યે ઑનલાઇન જાહેર કરવામાં આવશે. રિઝલ્ટ https://sscresult.mahahsscboard.in/, https://results.targetpublications.org/, https://results.digilocker.gov.in, https://mahahsscboard.in અને https://results.navneet.com વેબસાઇટ્સ પર જોઈ શકાશે. સત્તાવાર વેબસાઇટ્સ ઉપરાંત વિદ્યાર્થીઓ ડિજિલૉકર અને શૉર્ટ મેસેજ સર્વિસ (SMS) દ્વારા પણ તેમની ડિજિટલ માર્કશીટ મેળવી શકશે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra Education central board of secondary education 10th result