આજે આવશે SSC બોર્ડના દસમા ધોરણનું રિઝલ્ટ, આ વર્ષે ૧૬.૧૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

13 May, 2025 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશરે ૧૬.૧૧ લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે SSCની પરીક્ષા આપી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) દ્વારા ચાલુ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલી સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC) એટલે કે દસમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ આજે બપોરે એક વાગ્યે જાહેર થશે. એ MSBSHSEની અધિકૃત વેબસાઇટ્સ www.mahresult.nic.in, www.sscresult.mkcl.org, www.sscresult.mahahsscboard.in તેમ જ www.results.digilocker.gov.in પર જોઈ શકાશે તેમ જ ડાઉનલોડ પણ કરી શકાશે.

આશરે ૧૬.૧૧ લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે SSCની પરીક્ષા આપી હતી. MSBSHSE દ્વારા અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વહેલું એટલે કે મે મહિનાના બીજા સપ્તાહમાં જ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઑનલાઇન રિઝલ્ટ જાહેર થયાના થોડા દિવસમાં માર્કશીટ્સ સ્કૂલોમાં પહોંચાડવામાં આવશે, જ્યાંથી દરેક વિદ્યાર્થીએ પોતાની માર્કશીટ ચકાસણી કરીને લેવાની રહેશે. રી-ચેકિંગ વિશેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આજે SSC બોર્ડના દસમા ધોરણનું રિઝલ્ટ જાહેર થઈ રહ્યું છે ત્યારે...

 ૯૫ કે એનાથી વધુ પર્સન્ટેજ લાવનાર ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ અને ફોટો અમને વૉટ‍્સઍપ દ્વારા મોકલે.અમે આવી અસાધારણ પ્રતિભાઓનો અમારા વાચકો સાથે પરિચય કરાવવા ઇચ્છીશું. 90822 53841 નંબર પર માર્કશીટ-ફોટો વૉટ‍્સઍપ દ્વારા મોકલો

શારીરિક કે માનસિક પડકારોનો સામનો કરતા કોઈ સ્ટુડન્ટે જબરદસ્ત સિદ્ધિ મેળવી હોય, કોઈ ટ‍્વિન્સને એકસરખા પર્સન્ટેજ આવ્યા હોય કે પછી બીજું કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય તો પણ અમને 90822 53841 નંબર પર જણાવો

mumbai news mumbai Education 10th result maharashtra news maharashtra gujarati medium school