મુસ્લિમ અનામત રદ કરવા બાબતે હાઈ કોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો

04 April, 2026 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મામલે આગામી સુનાવણી ૪ મેએ કરવામાં આવ

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં મળતી પાંચ ટકા અનામત રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી પિટિશન પર બૉમ્બે હાઈ કોર્ટે સરકારને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને ૩ સપ્તાહમાં ઍફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી ૪ મેએ કરવામાં આવશે.

૧૭ ફેબ્રુઆરીએ રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑફ સોશ્યલ જસ્ટિસ ઍન્ડ સ્પેશ્યલ એઇડ દ્વારા બહાર પાડવામાં આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR)ને પડકારવામાં આવ્યો છે. અરજદારે આ નિર્ણયને બંધારણના ઉલ્લંઘન સમાન અને મુસ્લિમ સમુદાયનાં હિતોની વિરુદ્ધ ગણાવ્યો છે. અનામત નાબૂદ કરવા પાછળ સરકાર પાસે કોઈ તર્કસંગત કારણ નથી એવો દાવો પણ કરવામાં આવ્યો છે.
૧૭ ફેબ્રુઆરીના GR મુજબ મુસ્લિમ સમુદાયના લોકોને સ્પેશ્યલ બૅકવર્ડ કૅટેગરી (SBC-A) હેઠળ જાતિનાં અને નૉન-ક્રીમી લેયરનાં સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેનો હવે કાયદાકીય વિરોધ થઈ રહ્યો છે.

bombay high court mumbai mumbai news maharashtra maharashtra news