06 December, 2025 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ઉરણ રૂટ પર વધારાની લોકલ ટ્રેનો દોડાવવાની મંજૂરી આપી દીધી છે. નવી લોકલ ટ્રેનને મુખ્ય પ્રધાને મુંબઈગરા માટે ખાસ ભેટ પણ ગણાવી હતી.
સોશ્યલ મીડિયા પર આ વિશે પોસ્ટ કરીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘નવી ટ્રેન ઉમેરાતાં દૈનિક મુસાફરોને નોંધપાત્ર ફાયદો થશે. ઉપરાંત નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે મુસાફરી સરળ બનશે. હવે તારઘર અને ગવ્હાણ સ્ટેશનો પર સ્ટૉપ આપવાની પણ અગત્યની જાહેરાત કરવામાં આવી છે.’
નવી ટ્રેનો અને સ્ટૉપેજ ઉપરાંત નેરુળ-ઉરણ અને બેલાપુર-ઉરણ બન્ને વિભાગો પર પોર્ટ લાઇન સર્વિસને ઝડપી બનાવવા માટેના પ્રસ્તાવોને પણ મંજૂરી મળી છે. રેલવે બોર્ડે આ પ્રોજેક્ટને મોસ્ટ અર્જન્ટ માર્ક કરીને તાત્કાલિક કામ શરૂ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.