08 December, 2025 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને થતા તનાવમાં ઘટાડો થાય એ માટે બધી સ્કૂલોમાં સાઇકોલૉજિસ્ટની નિમણૂક કરવાનો વિચાર કરી રહ્યો છે. રાજ્ય સરકારે આ વિશે સૂચન સાથેનો વિગતવાર રોડમૅપ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી છે. સમિતિને દરેક સ્કૂલમાં સાઇકોલૉજિસ્ટની નિમણૂક કેવી રીતે કરી શકાય અને ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલોના ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટની મદદથી વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન કાઉન્સેલિંગ મૉડ્યુલ કેવી રીતે બનાવી શકાય એ સૂચવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
નવી રચાયેલી પૅનલને આગામી ૩ મહિનામાં રિપોર્ટ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને વિદ્યાર્થીઓનું સ્ટ્રેસ ઘટાડવા માટે પગલાં લેવાં અને જવાબમાં ઍક્શન ટેકન રિપોર્ટ (ATR) સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિર્દેશના પગલે સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ચીફ સેક્રેટરી રણજિત સિંહ દેઓલે સમિતિની રચનાનો આદેશ આપ્યો હતો.