મહારાષ્ટ્ર ક્રાઇમ: હે ભગવાન! કોથળામાં ભરેલો સાસુનો મૃતદેહ વહુ ઉપાડી ન શકી ને ભાંડો ફૂટ્યો હત્યાનો!

04 April, 2025 06:57 AM IST  |  Satara | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Crime: સવિતા શિનગારે તેમ જ તેની વહુ પ્રતીક્ષા પ્રિયદર્શિની કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. સવિતાબહેનનો પુત્ર લાતુરમાં કામ કરતો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

મહારાષ્ટ્રના જાલનામાંથી ખૂબ જ ભયાવહ સમાચાર (Maharashtra Crime) મળી રહ્યા છે. ભોકરદન નાકા વિસ્તારમાં પ્રિયદર્શિની કોલોનીમાં એક પુત્રવધૂએ તેની સાસુને મારી નાખી હોવાના અહેવાલ મળી રહ્યા છે. વહુએ સાસુની હત્યા કરીને તેના મૃતદેહને બૅગમાં ભરી દીધો હતો. મૃતક સાસુની ઓળખ સવિતા સંજય શિનગારે તરીકે કરવામાં આવી છે. તેની ઉંમર ૪૫ વર્ષ છે.

પોલીસના જણાવ્યા અનુસાર સવિતા શિનગારે તેમ જ તેની વહુ પ્રતીક્ષા પ્રિયદર્શિની કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. સવિતાબહેનનો પુત્ર લાતુરમાં કામ કરતો હોવાથી તેઓ અને પુત્રવધૂ ઘરે એકલાં રહેતાં હતાં. 

Maharashtra Crime: વાત છે ગઇકાલ સવારની. પ્રતિક્ષાએ કોઈક પારિવારિક મામલાને કારણે તેની સાસુને માથા પર ઢોર માર માર્યો હતો. વહુના આ અસહ્ય મારને કારણે સવિતાબહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 

વહુએ માથામાં એવો માર માર્યો કે સાસુ ત્યાં ને ત્યાં મરી ગઈ

ઉગ્ર બોલાચાલી થયા બાદ પ્રતિક્ષાએ સવિતાબહેનને માર માર્યો. પણ પછી તેણે જાણ્યું કે તેઓનું મોત નીપજ્યું છે, ત્યારે પ્રતિક્ષાએ સાસુના મૃતદેહને બૅગમાં ભરી દીધો હતો, જેથી કોઈને આ વાતની ખબર ન પડે. પણ, જેવી પ્રતિક્ષા સાસુની ડેડ બૉડીને બૅગમાં ભરીને ઘરણ બહાર લઈ જઇ રહી હતી ત્યારે મકાનમાલિકે જોઈ લીધું. બૅગ એટલી બધી ભારે હતી કે પ્રતિક્ષાથી તે બરોબર ઉપડી રહી નહોતી. પ્રતિક્ષા આવું તે ભરાવદાર શું લઈ જઇ રહી છે એમ મકાનમાલિકને શંકા જતાં તે તરત પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ (Maharashtra Crime) ધરી હતી. પોલીસ અને એનસીબીની ટીમ આરોપીની શોધ કરી હતી. 

મકાનમાલિકે આ સમગ્ર મામલો પોલીસને કહ્યો

આ પ્રકરણ (Maharashtra Crime) વિષે મકાનમાલિકે ધ્યાન દોર્યું હતું. તેણે તરત જ પોલીસને આ બાબતની જાણ કરી હતી. એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ આયુષ નોપાની, એલસીબીના પોની વગેરે ઘટનાસ્થળ પર હાજર હતા. માહિતી મળ્યા બાદ સવિતાબહેનના મૃતદેહને ઘરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

પિયર પરભણીથી દબોચી લેવામાં આવી આરોપી વહુને

આરોપીઓને પકડવા માટે પોલીસની (Maharashtra Crime) બે ટીમો બનાવવામાં આવી હતી. આખરે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઘટના બન્યા બાદ વહુ તેના પિયર પરભણીમાં ભાગી ગઈ હતી. તેણીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પોલીસે આરોપીની શોધ કરવા તરત પગલાં ભર્યા હતા. અને તેની પરભણીથી ધરપકડ પણ કરી લેવામાં આવી છે એમ પોલીસ અધિકારીએ જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં માથામાં થયેલી ભયંકર ઇજાને કારણે મહિલાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

 

mumbai news mumbai maharashtra news maharashtra vidarbha crime branch murder case