જાલનાના મ્યુનિસિપલ કમિશનર ૧૦ લાખ રૂપિયાની લાંચ લેતી વખતે ઝડપાઈ ગયા

18 October, 2025 09:02 AM IST  |  Jalna | Gujarati Mid-day Correspondent

નારાજ સ્થાનિક લોકોએ કમિશનરની ધરપકડની ઉજવણી ફટાકડા ફોડીને કરી

પ્રતીકાત્મક તસવીર

જાલનાના મ્યુનિસિપલ કમિશનર સંતોષ ખાંડેકરને એક કૉન્ટ્રૅક્ટર પાસેથી ૧૦ લાખ રૂપિયાની લાંચ લેતાં ઍન્ટિ કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લીધા હતા.

ઍન્ટિ કરપ્શન બ્યુરોનાં સુપરિન્ટેન્ડન્ટ માધુરી કંગણેએ કહ્યું હતું કે લાંચ લેતાં રંગે હાથ પકડાયા બાદ ગુરુવારે રાતે સંતોષ ખાંડેકરની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી આખી રાત તેમના ઘરનું સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  સંતોષ ખાંડેકર પહેલાં જાલના નગર પરિષદમાં ઑફિસર હતા. જોકે ૨૦૨૩માં નગર પરિષદનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે તેમને બઢતી આપીને કમિશનર બનાવવામાં આવ્યા હતા. સંતોષ ખાંડેકરની ધરપકડ બાદ જાલનાના અનેક લોકોએ ઍન્ટિ કરપ્શન બ્યુરોની ઑફિસ સામે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

anti corruption bureau maharashtra news maharashtra Crime News mumbai crime news mumbai mumbai news