હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન નંબર-‍પ્લેટ લગાડવાની મુદત ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી

22 March, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ ​કમિશનર વિવેક ભિમનવારે આ બાબતે ગુરુવારે સર્ક્યુલર બહાર પાડ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે એ​પ્રિલ ૨૦૧૯ પહેલાંનાં વાહનો પર હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન નંબર-પ્લેટ બેસાડવાની ૩૧ માર્ચ સુધીની મુદત ત્રણ મહિના લંબાવીને હવે ૩૦ જૂન સુધી કરી છે. 
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ ​કમિશનર વિવેક ભિમનવારે આ બાબતે ગુરુવારે સર્ક્યુલર બહાર પાડ્યો હતો અને રાજ્યની દરેક રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસને એ સર્ક્યુલર મોકલાવી જાણ કરી હતી કે ‘૩૧ માર્ચ સુધીની ડેડલાઇન આપવા છતાં હજી ઘણા વાહનધારકોએ તેમનાં વાહનોની નંબર-પ્લેટ બદલાવી નથી એથી તેઓ એ બદલાવી શકે એના માટે ડેડલાઇન ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી છે.’

હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન નંબર-પ્લેટમાં હૉલોગ્રામ ફિક્સ કરવામાં આવે છે જેમાં કારના એન્જિન-નંબર, શૅસિ-નંબર સહિત એના ખરીદદારની વિગતો જેમ કે નામ, ઍડ્રેસ સહિતની માહિતી હોય છે. એથી કારના ઍક્સિડન્ટ વખતે કે ચોરી થવાના કેસમાં આ મા​હિતી બહુ જ ઉપયોગી થઈ પડે છે.

mumbai news mumbai maharashtra news maharashtra mumbai transport maharashtra state road transport corporation