18 March, 2025 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદે (ફાઈલ તસવીર)
મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલ ઔરંગઝેબની કબર ખસેડવાનો મુદ્દો ચર્ચામાં છે અને દક્ષિણપંથી સંગઠન મુગલ બાદશાહ અને ઔરંગઝેબની છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં સ્થિત કબરને ખસેડવાની માગ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે જે લોકો હજી પણ ઔરંગઝેબની પ્રશંસા કરી રહ્યા છે, તે `દેશદ્રોહી` છે. તેમણે કહ્યું કે ઔરંગઝેબે રાજ્ય પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ખૂબ જ અત્યાચાર પણ કર્યા હતા. તો બીજી તરફ, મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ `દિવ્ય શક્તિ` હતા, જે વીરતા, બલિદાન અને હિંદુત્વની ભાવનાના પ્રતીક છે. શિંદેએ સોમવારે રાતે `શિવ જયંતી`ના અવસરે આ વાત કહી.
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ થાણે જિલ્લાના ડોમ્બિવલી (Dombivli) વિસ્તારના ઘારદા ચોક પર શિવાજી મહારાજની ઘોડા પર સવાર પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન પોતાના સંબોધનમાં શિંદેએ કહ્યું કે, આ પ્રતિમા મરાઠા રાજાનો વારસો છે, તેમના સાહસ અને નેતૃત્વનું સન્માન કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હાલ ઔરંગઝેબની કબર ખસેડવાનો મુદ્દો ગરમાયો છે અને દક્ષિણપંથી સંગઠનો મુગલ બાદશાહ અને ઔરંગઝેબની છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં સ્થિત કબર ખસેડવાની માગ કરી રહ્યા છે. આને લઈને સોમવારે રાતે નાગપુરમાં હિંસા થઈ, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
`ઔરંગઝેબના ચાહકો દેશદ્રોહી` - મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
શિંદેએ (Eknath Shinde0 કહ્યું કે શિવાજી મહારાજ (Shivaji Maharaj) માત્ર હિન્દુત્વ અને ભારતીય ગૌરવના પ્રતીક જ નહોતા પણ `લોકશાહીના શોધક` પણ હતા. શિવસેનાના નેતાએ મહારાષ્ટ્ર સામે ઔરંગઝેબના અત્યાચારોની પણ નિંદા કરી, ખાસ કરીને શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની (Chhatrapati Sambhaji Maharaj) ક્રૂર હત્યાની પણ નિંદા કરી. તેમણે કહ્યું કે `ઔરંગઝેબ મહારાષ્ટ્ર કબજે કરવા આવ્યો હતો, પરંતુ તેને શિવાજી મહારાજની દૈવી શક્તિનો સામનો કરવો પડ્યો. જેઓ હજુ પણ તેમના વખાણ કરે છે તેઓ દેશદ્રોહી સિવાય બીજું કંઈ નથી. છત્રપતિ શિવાજી અખંડ ભારતનું ગૌરવ અને હિન્દુત્વની ગર્જના છે. શિવાજી મહારાજ (Shivaji Maharaj) એક સ્વપ્નદ્રષ્ટા નેતા, યુગના પુરુષ, ન્યાયના પ્રણેતા અને સામાન્ય લોકોના રાજા હતા.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લોકોને છત્રપતિ શિવાજી મહારાજના ઓછામાં ઓછા એક ગુણને પોતાના જીવનમાં અપનાવવા અપીલ કરી અને કહ્યું કે આ મહાન મરાઠા શાસકને સાચી શ્રદ્ધાંજલિ હશે. તેમણે કહ્યું કે આ પ્રતિમા મહારાષ્ટ્રના ગૌરવશાળી ઇતિહાસની સતત યાદ અપાવશે અને યુવાનો અને ભાવિ પેઢીઓને શિવાજી મહારાજના બહાદુરી અને શાસનના મૂલ્યોને અપનાવવા માટે પ્રેરણા આપશે. શિંદેએ ઘરડા ચોકનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ચોક કરવાની પણ જાહેરાત કરી.