ફિલ્મ 'ઔરંગઝેબ'ના પ્રમોશન અર્થે અર્જુન કપૂર, શાશા આઘા અને પૃથ્વીરાજ (ઐય્યા ફેમ) મિડ-ડેની ઓફિસે આવ્યાં હતાં જ્યાં તેમણે એક હળવી મુલાકાત અને પ્રશ્નોત્તરી કરી હતી. આ મુલાકાત દરમ્યાન ત્રણેય કલાકારો એકદમ ફ્રેશ અને ફન મૂડમાં જણાયા હતાં. શાશાએ ફિલ્મનું "બરબાદિયાં..." ગીત પણ ઓફિસમાં ગાઈને સંભળાવ્યું હતું જે ફિલ્મમાં પણ શાશાએ જ ગાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાશા આઘા જાણીતી સિંગર સલમા આઘાની પુત્રી છે. આ ફિલ્મ 17મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આવો નજર કરીએ આ મુલાકાતની તસવીરી ઝલક પર... (તસવીરો : દત્તા કુંભારે)
11 May, 2013 10:34 IST