મહારાષ્ટ્રના DGPએ પરમબીર સિંહને સસ્પેન્ડ કરવાની કરી દરખાસ્ત

25 September, 2021 02:51 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડેએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સસ્પેન્ડ કરવા માટે રાજ્યના ગૃહ વિભાગને દરખાસ્ત મોકલી છે.

પરમબીર સિંહ

એન્ટિલિયા બોમ્બ વિસ્ફોટ બાદ પરમબીર સિંહ ખુબ જ ચર્ચામાં છે. તેમની હાલ પાંચ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેવામાં મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડેએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સસ્પેન્ડ કરવા માટે રાજ્યના ગૃહ વિભાગને દરખાસ્ત મોકલી છે.

પરમબીર સિંહ વિરુદ્ધ ખંડણી અંગે પાંચ અલગ FIR નોંધવામાં આવી છે. આ સિવાય, ડીજીપીએ તે તમામ પોલીસકર્મીઓને પણ દૂર કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે જેમના નામ એફઆઈઆરમાં સામેલ છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ વિભાગે તેમની ઓફર ફગાવી દીધી છે અને સાથે જ આ બાબતે તેમની પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. પરમબીર સિંહે રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ઠરાવમાં અલગ અલગ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલા 25 થી વધુ અધિકારીઓને હટાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં ઘણા એસીપી રેન્કના અધિકારીઓ તેમજ ડીજી રેન્કના અધિકારી છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દરખાસ્તની ફાઈલ રાજ્યના પોલીસ હેડક્વાર્ટરમાં પરત મોકલી દેવામાં આવી છે. હકીકતમાં, સરકારે આ મામલે વધુ સ્પષ્ટતા અને ગુનાઓમાં અધિકારીઓ અને કોન્સ્ટેબલોની ચોક્કસ ભૂમિકા માટે કહ્યું છે.

mumbai mumbai news maharashtra