રાજ્ય સરકારે મફત અનાજ મેળવતા ૭૫ લાખ લાભાર્થીઓનાં નામ રદ કર્યાં

13 February, 2026 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં ૧.૭૮ કરોડ રૅશનકાર્ડધારકોની આવક મર્યાદા કરતાં વધુ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય યોજનાઓ હેઠળ મફત અનાજ મેળવતા લાભાર્થીઓની યાદીમાંથી ૭૫ લાખ નામ કાઢી નાખ્યાં છે. જરૂરિયાતમંદ પરિવારો સુધી ફૂડ-સબસિડી પહોંચે એ માટે આ નિર્ણય લેવાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના ૧.૭૮ કરોડ રૅશનકાર્ડધારકોને નક્કી કરેલી આવકમર્યાદા કરતાં વધુ આવક હોવાને લીધે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે જેના પગલે રાજ્ય સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) સહિત ૮ ડિપાર્ટમેન્ટના ડેટા કેન્દ્ર સરકારે શૅર કર્યા બાદ રાજ્યના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી હતી. 

જુલાઈ મહિનાથી અધિકારીઓએ આવક અને રહેઠાણના પુરાવાની ખાતરી કરવા માટે ઘરે-ઘરે જઈને તપાસ કરી હતી. આ ચકાસણી બાદ અત્યાર સુધીમાં ૭૫ લાખ નામ દૂર કરવામાં આવ્યાં છે. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra income tax department indian government