19 July, 2025 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
શરદ પવાર જૂથના વિધાનસભ્ય જયંત પાટીલના મતદારસંઘ સાંગલી જિલ્લાના ઇસ્લામપુરનું નામ બદલીને હવે ઈશ્વરપુર કરવામાં આવે એવા પ્રસ્તાવને પ્રધાનમંડળમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને આ પ્રસ્તાવને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલાવ્યો છે. ૪૦-૫૦ વર્ષ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇસ્લામપુરના પ્રમુખ પંત સબનીસે સૌપ્રથમ ઇસ્લામપુરનું નામ બદલીને ઈશ્વરપુર કરવામાં આવે એવી માગણી કરી હતી. એ પછી ૧૯૮૬માં શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેએ ત્યાં યોજેલી જાહેર સભામાં પહેલી વાર જાહેર મંચ પરથી ઇસ્લામપુરને ઈશ્વરપુર તરીકે સંબોધ્યું હતું. આમ વર્ષોજૂની માગણી હવે અમલમાં મુકાઈ રહી છે. સકલ હિન્દુ સમાજે રાજ્ય સરકારના આ પગલાને વધાવી લીધું છે.