રિઝલ્ટ જાહેર થતાં જ ડિજિલૉકર પર મળી જશે ડિગ્રી સર્ટિફિકેટ

30 April, 2026 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે બુધવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટિલ

રાજ્ય સરકારે તમામ યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે કે પરિણામ જાહેર થયાના તરત બાદ વિદ્યાર્થીઓનાં ડિગ્રી સર્ટિફિકેટ ડિજિલૉકર પર અપલોડ કરી દેવાં, જેથી વિદ્યાર્થીઓએ ઍડ્મિશન કે અન્ય પ્રોસેસ માટે કૉન્વોકેશન સુધી રાહ જોવી ન પડે.

રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે બુધવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ઘણા વિદ્યાર્થીઓ પરિણામ આવ્યા બાદ તરત જ વિદેશની યુનિવર્સિટીઓ, સ્કૉલરશિપ, ઇન્ટર્નશિપ કે જૉબ માટે અરજી કરતા હોય છે. આ પ્રક્રિયામાં ઘણી વાર નિયત સમયમર્યાદામાં ડિગ્રી સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. કૉન્વોકેશન મોડું યોજાવાને કારણે વિદ્યાર્થીઓ સમયસર ડૉક્યુમેન્ટ્સ રજૂ કરી શકતા નથી અને તક ગુમાવે છે.’

ડિજિલૉકર એ કેન્દ્ર સરકારનું ક્લાઉડ-આધારિત પ્લૅટફૉર્મ છે જે નાગરિકોને ડિજિટલ ડૉક્યુમેન્ટ વૉલેટ પૂરું પાડે છે. એમાં સ્ટોર કરેલા ડૉક્યુમેન્ટ્સ આધારભૂત ગણાય છે.

maharashtra government maharashtra Education mumbai mumbai news