02 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજથી આખા મહારાષ્ટ્રમાં ફાસ્ટૅગ ફરજિયાત કરવામાં આવ્યું
આજથી આખા મહારાષ્ટ્રમાં ફાસ્ટૅગ ફરજિયાત કરવામાં આવ્યું છે. દરેક મોટરિસ્ટે ફાસ્ટૅગ લગાડવું જરૂરી છે. જો ફાસ્ટૅગ નહીં હોય તો મોટરિસ્ટે રોકડામાં બમણો ટોલ ભરવો પડશે.
ટોલ-નાકા પર રોકડામાં ટોલ ભરવા માટે પહેલાં લાંબી લાઇનો લાગતી હતી જેમાં લોકોનો કીમતી સમય અને ઇંધણ વેડફાતાં હતાં અને ટ્રૅફિક જૅમ પણ થતો હતો. એથી એ સમસ્યાનો ઉકેલ લાવવા ફાસ્ટૅગ ઇન્ટ્રોડ્યુસ કરાયું હતું જેમાં ટૂ-વ્હીલર સિવાયનાં કાર અને અન્ય વાહનો પર ફાસ્ટૅગનું સ્ટિકર ચોંટાડી ઑનલાઇન ટોલ ભરવાનો હોય છે. ટોલ-નાકા પર મૂકવામાં આવેલા સ્કૅનર ગણતરીની સેકન્ડમાં ફાસ્ટૅગ સ્કૅન કરી એમાંથી ટોલની રકમ કાપી લેતા હોવાથી સમય અને ઇંધણ એમ બન્નેની બચત થાય છે.
ફાસ્ટૅગની સુવિધા માત્ર ટોલ ભરવા પૂરતી જ સીમિત ન રહેતાં એ ઍરપોર્ટ કે અન્ય પાર્કિંગ લૉટમાં પેમેન્ટ કરવા પણ બહુ જ સરળ રહે છે. વળી એક્ઝૅક્ટ રકમ કપાય છે અને એનો મેસેજ પણ મોટરિસ્ટને મળી જતો હોવાથી એમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી.