હવેથી કૉલેજના ઍડ્‍મિશન ફૉર્મમાં સિંગલ પેરન્ટની કૅટેગરી હશે

14 June, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંગલ મધર્સનાં બાળકોને પ્રાધાન્ય આપી તેમને સહાય આપવા માટે સરકારની વિચારણા; હૉસ્ટેલમાં ઍડ્‍મિશન, કાઉન્સેલિંગ સપોર્ટ અને અન્ય કન્સેશન આપવાની યોજના

મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલ.

હવેથી કૉલેજમાં ઍડ્‍મિશન ફૉર્મમાં ‘સિંગલ પેરન્ટ ચાઇલ્ડ’ની કૅટેગરી સામેલ કરવાની વિચારણા મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે. સિંગલ મધર્સનાં બાળકો જે ટેક્નિકલ એજ્યુકેશનમાં આગળ વધવા માગે છે તેમને સરકાર સહાય પૂરી પાડી શકે અને તેમને પ્રાધાન્ય, કન્સેશન આપી શકાય એટલા માટે આ કૅટેગરી સામેલ કરવાની વિચારણા ચાલી રહી છે. આ માટે રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટરે શનિવારે હાઈ લેવલ કમિટી તૈયાર કરવાની જાહેરાત કરી હતી. 

હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન્સમાં ભણતાં સિંગલ મધર્સનાં બાળકોની માહિતી મેળવીને સરકાર તેમને સહાય કરવા માટે યોજના બનાવશે. આ માટે ૧૭મી જૂને મહારાષ્ટ્રની ૧૫૦૦ કૉલેજોના પ્રિન્સિપાલ સાથે ઑનલાઇન મીટિંગ યોજાશે. આ બધાં જ બાળકોને હૉસ્ટેલ ઍડ્‍મિશનમાં પ્રાધાન્ય આપવાની, કાઉન્સેલિંગ સપોર્ટની, અન્ય કન્સેશન આપવાની સરકારની યોજના છે. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra Education