કેબિનેટ વિસ્તાર અટકાયા બાદ મોટો નિર્ણય, સચિવોને સોંપાયા મંત્રી-રાજ્ય મંત્રીના હક

06 August, 2022 07:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર મંત્રી મંડળનું વિસ્તરણ અટકવાથી હવે મંત્રી અને રાજ્ય મંત્રીઓના અધિકાર સોંપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મંત્રી ન હોવાને કારણે અનેક વિભાગોના કામ પર અસર પડી રહી છે જેને કારણે અનેક વિકાસ કાર્ય અટકેલા છે.

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જૂથ) અને બીજેપીની સરકારનું 5 ઑગસ્ટે થનારું કેબિનેચ વિસ્તરણ ટળ્યું છે. મહારાષ્ટ્ર મંત્રી મંડળનું વિસ્તરણ અટકવાથી હવે મંત્રી અને રાજ્ય મંત્રીઓના અધિકાર સોંપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મંત્રી ન હોવાને કારણે અનેક વિભાગોના કામ પર અસર પડી રહી છે જેને કારણે અનેક વિકાસ કાર્ય અટકેલા છે.

મુખ્ય સચિવે આદેશ જાહેર કર્યા
જણાવવાનું કે મંત્રીઓ દ્વારા લેવાતા નિર્ણય, અનેક આદેશ જેની તરત જરૂરિયાત હોય છે કે બધા અધિકાર મંત્રીઓ પાસે હોય છે. ગૃહ, રાજસ્વ અને શહેરી વિકાસ મંત્રાલયમાં અનેક અપીલ ગયા મહિનેથી લંબાયેલા છે. તો નવી સરકરા બનવાને 36 દિવસથી વધારે સમય થઈ ગયો છે, પણ અત્યાર સુધી મંત્રીમંડળ બની શક્યું નથી. મંત્રી મંડળ ન બનાવથી હવે આની અસર વિભાગ પર પડી રહી છે. આથી મંત્રીઓના બધા અધિકાર સચિવોને આપવાના નિર્ણય સરકારે લીધો છે. રાજ્યના મુખ્ય સચિવ દ્વારા આના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

હજી જોવી પડશે રાહ
નોંધનીય છે કે 5 ઑગસ્ટના જે કેબિનેટનું સંભવતઃ વિસ્તાર થવાનું હતું. એટલે કે મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તાર માટે હજી વધુ રાહ જોવી પડશે. સૂત્રો પ્રમાણે, હવે સુપ્રીમ કૉર્ટના નિર્ણય બાદ કેબિનેટનો વિસ્તાર થવાની આશા છે. તો ગુરુવારે મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં પાર્ટીના મોટા નેતાઓ સાથે કેબિનેટ વિસ્તાર મુદ્દે મુલાકાત કરી હતી.

બધું નક્કી છતાં શપથ નહીં...
તો ગુરુવારે મહારાષ્ટ્રના કેબિનેટ વિસ્તારને લઈને તસવીર સ્પષ્ટ થઈ ગઈ હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેની કેબિનેટનું વિસ્તરણ 5 ઑગસ્ટના થવાનું હતું. મહારાષ્ટ્ર સરકાર બનાવાના ઘણાં સમય પછી બીજેપી અને શિવસેના (શિંદે જૂથ)માં સરકારમાં મંત્રીઓને લઈને સહેમતિ પણ મળી છે. બીજેપીના ક્વૉટામાંથી આઠ વિધેયક મંત્રી પદની શપથ લેશે, તો શિંદે જૂથમાં સાત વિધેયક મંત્રી પદની શપથ લેશે. પણ આ લિસ્ટમાં મહારાષ્ટ્રની પૂર્વવર્તી દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચૂકેલા અનેક સીનિયર વિધેયકોનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે.

Mumbai mumbai news maharashtra shiv sena eknath shinde