વધારાના રેકૉર્ડ ૯૭,૭૦૬.૪૦ કરોડ રૂપિયા વાપરવા માટે જોઈએ છે રાજ્ય સરકારને

23 June, 2026 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત વિરોધ પક્ષે ગઈ કાલે સેશનના પહેલા દિવસે વિધાનસભાની બહાર ખેડૂતોને પૂર્ણ કર્જ મુક્તિ આપવાની માગણી કરી હતી. 

મૉન્સૂન સેશનના પહેલા દિવસે વિરોધ પક્ષે વિધાનસભાની બહાર ખેડૂતોને કર્જમુક્તિ આપવા 7/12નો ઉતારો ક્લિયર કરવાની માગણી સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તસવીર : શાદાબ ખાન

મહારાષ્ટ્ર વિધાનસભાના ગઈ કાલે શરૂ થયેલા મૉન્સૂન સેશનના પહેલા દિવસે ગાયિકાઓ આશા ભોસલે અને સુમન કલ્યાણપુરને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્પીકર રાહુલ નાર્વેકરે શોક પ્રસ્તાવ વાંચ્યો હતો અને ગૃહે એક મિનિટ માટે મૌન પાળ્યું હતું. આ સાથે શરૂ થયેલા મૉન્સૂન સત્રના પહેલા દિવસે મહારાષ્ટ્ર સરકારે સોમવારે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટા વધારાના ખર્ચ-પ્રસ્તાવોમાંના એક ૯૭,૭૦૬.૪૦ કરોડના રેકૉર્ડ મૂલ્યની પૂરક માગણીઓ માટે ગૃહની મંજૂરી માગી હતી. રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રના શરૂઆતના દિવસે માગવામાં આવેલી કુલ રકમમાંથી ૨૦,૫૫૨ કરોડ રૂપિયા કૃષિ લોન માફી યોજના માટે રાખવામાં આવ્યા છે. સરકારના મતે આ દરખાસ્તોના પરિણામે રાજ્યના ખજાના પર ૭૪,૮૧૭.૬૬ કરોડનો ચોખ્ખો વધારાનો બોજ પડશે. આ ઉપરાંત વિરોધ પક્ષે ગઈ કાલે સેશનના પહેલા દિવસે વિધાનસભાની બહાર ખેડૂતોને પૂર્ણ કર્જ મુક્તિ આપવાની માગણી કરી હતી. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra