21 November, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
વિધાનસભ્યો અથવા સંસદસભ્યો તમારી ઑફિસમાં આવે ત્યારે તમારી સીટ પરથી ઊભા થાઓ, તેમને ધ્યાનથી સાંભળો અને ફોન પર વાત કરતી વખતે નમ્ર ભાષાનો ઉપયોગ કરો એવો નિર્દેશ મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે સરકારી અધિકારીઓને આપ્યો હતો.
રાજ્યના ચીફ સેક્રેટરી રાજેશ કુમાર દ્વારા આ સંદર્ભમાં રજૂ કરાયેલા ગવર્મેન્ટ રેઝોલ્યુશન (GR)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય માન આપવું એ ઍડ્મિનિસ્ટ્રેશનને વધુ વિશ્વસનીય અને જવાબદાર બનાવવાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ સૂચનાઓનું પાલન ન કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સરકારી વિભાગોને વિધાનસભ્યો અથવા સંસદસભ્યો તરફથી મળેલા પત્રો માટે એક અલગ રજિસ્ટર રાખવા અને બે મહિનાની અંદર એનો જવાબ આપવાની પણ સૂચના આપવામાં આવી છે.