મહારાષ્ટ્ર સરકારની તમામ મિનિસ્ટરો અને સિનિયર ઑફિસરોને ગિફ્ટ

11 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧.૧૬ કરોડ રૂપિયા ખર્ચીને ઍપલનાં આઇપૅડ ખરીદશે

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યમાં ઈ-કૅબિનેટ સિસ્ટમ શરૂ કરવા માટે દેવેન્દ્ર ફડણવીસની સરકાર ૧.૧૬ કરોડ રૂપિયા ખર્ચીને તમામ મિનિસ્ટરો અને સિનિયર અધિકારીઓ માટે ઍપલ કંપનીનાં આઇપૅડ 
ખરીદવાની છે. આ ટચસ્ક્રીન ટૅબ્લેટ PCને લીધે ઍડ્‍મિનિસ્ટ્રેટિવ કાર્યક્ષમતામાં વધારો થશે તેમ જ પેપરલેસ કૅબિનેટની મીટિંગ કરવી શક્ય બનશે.

સરકારે બહાર પાડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) મુજબ ચીફ સેક્રેટરીએ કુલ ૫૦ આઇપૅડનો ઑર્ડર આપ્યો છે. રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ, એનર્જી અને લેબર ખાતાએ સૂચવેલા સ્પેસિફિકેશન મુજબ આઇપૅડનો પર્ચેઝ ઑર્ડર આપવામાં આવ્યો છે. દરેક આઇપૅડમાં બે ટેરાબાઇટ (TB) સ્ટોરેજ હશે.

mumbai news mumbai maharashtra news maharashtra devendra fadnavis political news