મહારાષ્ટ્ર ન્યુક્લિયર બેઝ્‍ડ પાવર જનરેશન ઇનિશ્યેટિવમાં જોડાનારું દેશનું પ્રથમ રાજ્ય

18 November, 2025 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કંપની લિમિટેડ અને ન્યુક્લિયર પાવર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે થયો કરાર

દેવેન્દ્ર ફડણવીસ

કેન્દ્રની ન્યુક્લિયર બેઝ્‍ડ પાવર જનરેશન ઇનિશ્યેટિવમાં જોડાનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા ખાતે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કંપની લિમિટેડ અને ન્યુક્લિયર પાવર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) સાઇન કરવામાં આવ્યા હતા.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર ભારતની ડેટા સેન્ટર રાજધાની તરીકે ઊભરી રહ્યું છે જેમાં દેશની ડેટા સેન્ટર ક્ષમતાનો લગભગ ૫૦થી ૬૦ ટકા હિસ્સો છે. ભારત હાલમાં ૭ સ્થળોએ ૮૮૮૦ મેગાવૉટની સંયુક્ત ક્ષમતા સાથે ૨૫ ન્યુક્લિયર રીઍક્ટર ધરાવે છે, જ્યારે ૮ વધુ રીઍક્ટર ઊભાં કરવાનું કામ ચાલી રહ્યું છે.’

૭૦૦૦ મેગાવૉટની ક્ષમતાવાળાં અન્ય ૧૦ રીઍક્ટર પાઇપલાઇનમાં છે. કેન્દ્રએ નાનાં મૉડ્યુલર રીઍક્ટરના વિકાસ માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. ભારતની વધતી જતી વીજળીની માગણીને પહોંચી વળવા, ઔદ્યોગિક વિકાસને ટેકો આપવા અને દેશને એના ૨૦૭૦ના ઝીરો એમિશન લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવામાં ન્યુક્લિયર એનર્જી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી અપેક્ષા છે એવું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

mumbai news mumbai maharashtra government devendra fadnavis maharashtra news maharashtra