Maharashtra રાજ્યમાં ફ્યુલના સ્ટૉક અંગે છગન ભુજબળનું મહત્વનું નિવેદન, સાથે આ સલાહ પણ આપી

22 May, 2026 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra: છગન ભુજબળે આજે જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટૉક પૂરતા પ્રમાણમાં છે અને ઇંધણની અછતની થઈ શકે છે એવી જે અફવાઓ થઈ રહી છે, તેનાથી નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.

છગન ભુજબળ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિને કારણે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Maharashtra) વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સર્વસામાન્ય લોકોને આપણા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટૉક કેટલો છે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આ વચ્ચે મહારાષ્ટ્ર ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી છગન ભુજબળે આજે મહત્વનું નિવેદન આપ્યું છે. છગન ભુજબળે આજે જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટૉક પૂરતા પ્રમાણમાં છે અને ઇંધણની અછતની થઈ શકે છે એવી જે અફવાઓ થઈ રહી છે  તેનાથી નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. અને તેથી ખરીદી કરવા દોડવાની પણ કોઈ જરૂર નથી.

છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભર (Maharashtra)માં ઇંધણની ખરીદીમાં તીવ્ર વધારો નોંધાયો છે. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા આ નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેથી લોકો આવી અફવાઓથી બચે. પત્રકારો સાથે વાત કરતી વેળાએ ભુજબળે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ઇંધણના ભાવમાં વધઘટથી ચિંતાઓ ઊભી થઈ છે, છતાં મહારાષ્ટ્રમાં હાલ તો ઇંધણની કોઈ અછત નથી.

મે મહિનાના પહેલા પખવાડિયામાં જ ડીઝલના વેચાણમાં ૨૦ ટકાનો વધારો

મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર મે 2026ના પ્રથમ પખવાડિયા દરમિયાન ડીઝલનું વેચાણ 19.66 ટકા વધ્યું હતું, જ્યારે પેટ્રોલનું વેચાણ સામાન્ય સ્તરની તુલનામાં 20.39 ટકા જેટલું વધ્યું હતું, જે મોટેભાગે લોકોએ અફવાથી ગભરાઈને ખરીદ્યું હતું. માત્ર 19 મેની જ વાત કરીએ તો આ દિવસે ડીઝલના વેચાણમાં 42 ટકા અને પેટ્રોલના વેચાણમાં સરેરાશ દૈનિક વેચાણના આંકડા કરતાં 21 ટકાનો વધારો થયો છે. માંગમાં વધારો થયો હોવા છતાં વિભાગે જણાવ્યું હતું કે ઇંધણનો પુરવઠો અવિરત રહ્યો છે અને રાજ્યભરમાં ગ્રાહકોની તમામ માંગ પૂરી કરવામાં આવી છે. ભુજબળે આગળ કહ્યું કે, "વડા પ્રધાન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં ઇંધણ મળી રહે તેટલો સ્ટૉક કરવા સંપૂર્ણ રીતે સક્ષમ છે.  અફવાઓ અથવા ગભરાટને કારણે વધારાનું ફ્યુલ ભેગું કરવાની કોઈ જરૂર નથી"

આ જિલ્લાઓમાં ઇંધણનું વેચાણ જબ્બર નોંધાયું

વિભાગે રાજ્ય (Maharashtra)ના કેટલાક ભાગોમાં ઇંધણની ખરીદીમાં નોંધપાત્ર વધારો દર્શાવતા જિલ્લા મુજબના આંકડા પણ શેર કર્યા હતા. જેમાં અકોલામાં સરેરાશ દૈનિક વેચાણની તુલનામાં 19 મેના રોજ ડીઝલના વેચાણમાં 111 ટકા અને પેટ્રોલના વેચાણમાં 28 ટકાનો વધારો નોંધાયો હતો.  વાશિમમાં ડીઝલના વેચાણમાં 109 ટકા અને પેટ્રોલના વેચાણમાં 42 ટકાનો વધારો થયો છે. જળગાંવમાં ડીઝલના વેચાણમાં 72 ટકા અને પેટ્રોલના વેચાણમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. તે ઉપરાંત બીડ, છત્રપતિ સંભાજીનગર, બુલઢાણા, હિંગોલી, જાલના, લાતુર, ધારાશિવ અને પરભણીમાં પણ સારોએવો વધારો જોવા મળ્યો હતો.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra petrol diesel price petroleum chhagan bhujbal