Maharashtra HSC Result 2021: ધોરણ 12ના બધા વિદ્યાર્થીઓને પાસ કરી શકે છે બૉર્ડ

13 June, 2021 07:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષા બૉર્ડ (MSBSHSE)થી ધોરણ 12 માટે રજિસ્ટર્ડ બધા વિદ્યાર્થીઓને પાસ કરી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર બૉર્ડ (Maharashtra Board) ટૂંક સમયમાં જ એચએસસી પરિણામ 2021 (Maharashtra HSC Results 2021)ના પરિણામ જાહેર કરશે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષા બૉર્ડ (MSBSHSE)થી ધોરણ 12 માટે રજિસ્ટર્ડ બધા વિદ્યાર્થીઓને પાસ કરી શકાય છે. રાજ્યના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે 12મા ધોરણના પરિણામ પર મોટી જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ (Varsha Gaikwad)ની જાહેરાત પ્રમાણે, ધોરણ 12ના બધા વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે પાસ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્ય બૉર્ડ, MSBSHSEને આંતરિક મૂલ્યાંકનમાં મળેલા માર્ક્સને આધારે ધોરણ 12ના બધા વિદ્યાર્થીઓને પાસ કરવાની પરવાનગી આપી છે. મહારાષ્ટ્ર એચએસસી પરિણામ 2021 મૂલ્યાકંન માનદંડ રાજ્ય બૉર્ડ દ્વારા કોઇપણ સમયે જાહેર થવાની આશા છે.

ઑબ્જેક્ટિવ ઇવેલ્યૂએશન ક્રાઇટેરિયા
પહેલી જૂનના કેન્દ્ર સરકારે કોવિડ-19ને કારણે CBSE ધોરણ 12ના પરીક્ષાઓ રદ કરી દીધી હતી. ત્યાર પછી મોટા ભાગના રાજ્યોએ કોવિડ-19ની સ્થિતિને જોતા બૉર્ડ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો. 12 બૉર્ડના પરિણામ, ઑબ્જેક્ટિવ ઇવેલ્યૂએશન ક્રાઇટેરિયાના આધાર જાહેર કરવામાં આવશે.

સીબીએસઇએ ક્રાઇટેરિયા તૈયાર કરવા માટે 13 સભ્યોની કમિટી બનાવી છે.

બૉર્ડને રાજ્ય સરકારનો આદેશ
તો વર્ષા ગાયકવાડે પોતાના તાજેતરના ટ્વીટમાં જીઆરની એક કૉપી શૅર કરતા લખ્યું કે, "અપડેટઃ મહામારીને કારણે 12 બૉર્ડની પરીક્ષાઓ રદ કર્યા પછી, રાજ્ય સરકારે બૉર્ડને ઇન્ટરનલ અસેસમેન્ટના આધારે ધોરણ 12ના બધા વિદ્યાર્થીઓને પાસ કરવાની પરવાનગી આપી છે."

મહારાષ્ટ્ર બૉર્ડ ધોરણ 10 પરિણામ 2021
આ પહેલા, 10 જૂન, 2021ના, રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 એસએસસી ઇવેલ્યૂએશન ક્રાઇટેરિયા અને ટેબ્યૂલેશન ટાઇમલાઇન જાહેર કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર એચએસસી રિઝલ્ટ 2021ને લઈને સરકારનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં કોરોનાના વધતા સંક્રમણ અને આથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને તનારા જોખમને જોતાં પરીક્ષાઓ રદ કરવામાં આવી. બધા વિદ્યાર્થીઓ આંતરિક મૂલ્યાંકનના આધારે પાસ થશે. ઇન્ટરનલ માર્ક્સ માટે માનદંડ રાજ્ય બૉર્ડ દ્વારા ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

Mumbai Mumbai News maharashtra