05 February, 2025 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા HSCની પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ દરમ્યાન અને SSCની પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન લેવાવાની છે. એ પરીક્ષાઓમાં કૉપી ન થાય એ માટે ચાંપતાં પગલાં લેવામાં આવે એવી સૂચના રાજ્યનાં ચીફ સેક્રેટરી સુજાતા સૌનિકે આપી છે. તેમણે બોર્ડને કહ્યું છે કે રાજ્યના જે પણ સંવેદનશીલ સેન્ટર્સ છે ત્યાં જિલ્લા પ્રશાસન દ્વારા ડ્રોન-કૅમેરાથી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, સેન્ટરની બહાર વિડિયો-કૅમેરાથી શૂટિંગ પણ કરવામાં આવશે. કૉપી રોકવા માટે દરેક સેન્ટર પર વિજિલન્સ સ્ક્વૉડ અને સ્પૉટ પર સતત હાજર રહે એવી સ્ક્વૉડ પણ તહેનાત કરવામાં આવશે. સાવચેતીની દૃષ્ટિએ સેન્ટરથી ૫૦૦ મીટર સુધીમાં આવેલી ફોટોકૉપીની દુકાનો પણ બંધ રાખવામાં આવશે.