બૉડી-વૉર્ન કૅમેરાથી સજ્જ ટ્રાફિક પોલીસ જ ચલાન ઇશ્યુ કરી શકશે

11 December, 2025 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનપરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી ત્રણ મહિનામાં નવી પૉલિસી આવશે એમ જણાવીને કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે વિધાનપરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ટ્રાફિક પોલીસને બૉડી-વૉર્ન કૅમેરા (BWC) આપવામાં આવશે અને એ પછી BWCથી સજ્જ આવા પોલીસમેન જ ટ્રાફિક-નિયમોના ઉલ્લંઘન બદલ ચલાન આપી શકશે. ટ્રાફિક પોલીસ માટે BWC તબક્કાવાર રીતે લૉન્ચ કરવામાં આવશે અને એની શરૂઆત મહત્ત્વનાં શહેરોથી થશે.’

વિધાન પરિષદમાં અનેક મેમ્બર ઑફ લેજિસ્લેટિવ કાઉન્સિલ (MLC) દ્વારા એ બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે ઘણી વાર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાઇવેટ ફોનનો ઉપયોગ કરીને ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવે છે.

ચીફ મિનિસ્ટરે એવું પણ કહ્યું હતું કે ‘ચલાન ઇશ્યુ થયાના ૬ મહિનાની અંદર દંડ વસૂલવા માટે એક સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. આગામી ૩ મહિનામાં નવી પૉલિસી રજૂ કરવામાં આવશે.’

mumbai news mumbai maharashtra government maharashtra maharashtra news devendra fadnavis mumbai traffic mumbai traffic police