બુક્સ અને યુનિફૉર્મ ચોક્કસ જગ્યાએથી ખરીદવા વાલીઓને કોઈ પ્રકારનું પ્રેશર નહીં કરી શકાય

21 April, 2026 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાલીઓ તરફથી ફરિયાદો મળ્યા બાદ સંબંધિત સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે એમ પણ જણાવાયું છે.

પ્રતીકાત્મક તસવીર

સ્કૂલો હવે પેરન્ટ્સને ચોક્કસ દુકાનોમાંથી યુનિફૉર્મ, બુક્સ, નોટબુક્સ અથવા અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે દબાણ કરી રહી છે એવી માહિતી મળતાં તમામ પ્રાઇવેટ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલોને આવા વલણથી દૂર રહેવાની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ અંગે અનેક પેરન્ટ્સ અસોસિએશન અને ગ્લોબલ પેરન્ટ્સ ટીચર્સ અસોસિએશને ફરિયાદ કરી હતી. પ્રશાસને આ અંગે નિર્ણય લીધો છે અને એક સર્ક્યુલર ઇશ્યુ કર્યો છે. આ નિર્ણયના કડક અમલ માટે તમામ અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાલીઓ તરફથી ફરિયાદો મળ્યા બાદ સંબંધિત સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે એમ પણ જણાવાયું છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra Education