ખાતાંઓની ખેંચતાણ સમાપ્ત: બધાની બધી જિદ્દ પૂરી ન થઈ, બધાએ થોડીક બાંધછોડ કરવી પડી

22 December, 2024 09:40 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

ઇન્તેજારનો અંત આવ્યો આખરે પ્રધાનોને ખાતાં મળ્યાં : ધારણા મુજબ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ ખાતું પોતાની પાસે જ રાખ્યું: જોકે એકનાથ શિંદેએ અર્બન ડેવલપમેન્ટની સાથે હાઉસિંગ અને પબ્લિક વર્ક‍્સ પણ લીધું : અજિત પવારને ફાઇનૅન્સ અને એક્સાઇઝ મળ્યું

ગઈ કાલે નાગપુરમાં ભાજપા સદસ્યતા નોંધણી અભિયાન પ્રદેશ કાર્યશાળામાં નેતાઓઅને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ.

ગયા રવિવારે પ્રધાનમંડળની શપથવિધિ થયા બાદ જેની બહુ જ આતુરતાથી રાહ જોવાતી હતી એ પ્રધાનમંડળનાં ખાતાંઓની વહેંચણી ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. અપેક્ષા મુજબ રાજ્યનું ગૃહ ખાતું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાની પાસે જ રાખ્યું છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અર્બન ડેવલપમેન્ટ ઉપરાંત હાઉસિંગ અને પબ્લિક વર્ક્સ ખાતું આપવામાં આવ્યું છે. બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના હાથમાં ફાઇનૅન્સ ઍન્ડ પ્લાનિંગ અને સ્ટેટ એક્સાઇઝ ખાતું આવ્યું છે.

ગઈ કાલે નાગપુરમાં વિધાનસભ્યો અને સરકારી અધિકારીઓ માટે રાખવામાં આવેલા લંચ વખતે બન્ને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર

દેવેન્દ્ર ફડણવીસની ઇચ્છા ફાઇનૅન્સ પોતાની પાસે રાખવાની હતી, પણ એમાં તેઓ સફળ ન થયા. હાઉસિંગ મિનિસ્ટ્રી પણ મુખ્ય પ્રધાનની ઇચ્છા ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે જ રાખવાની હતી, પણ એમાં પણ તેમને યશ ન મળ્યો હોવાનું કહેવાય છે. 

ગઈ કાલે નાગપુરમાં વિધાનસભ્યો અને સરકારી અધિકારીઓ માટે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું

કોને કયું ખાતું મળ્યું?

દેવેન્દ્ર ફડણવીસ : હોમ, એનર્જી (રિન્યુએબલ એનર્જી સિવાય), લૉ ઍન્ડ જુડિશ્યરી, ઇન્ફર્મેશન ઍન્ડ પબ્લિસિટી અને જે ખાતાં બીજા કોઈ મિનિસ્ટરને આપવામાં આવ્યાં ન હોય એ.

એકનાથ શિંદે : અર્બન ડેવલપમેન્ટ, હાઉસિંગ, પબ્લિક વર્ક્સ (પબ્લિક એન્ટરપ્રાઇઝિસ).

અજિત પવાર : ફાઇનૅન્સ ઍન્ડ પ્લાનિંગ, સ્ટેટ એક્સાઇઝ.

ચંદ્રશેખર બાવનકુળે : રેવન્યુ.

રાધાકૃષ્ણ વિખે-પાટીલ : વૉટર રિસોર્સિસ (ગોદાવરી ઍન્ડ ક્રિષ્ણા વૅલી ડેવલપમેન્ટ કૉર્પોરેશન).

હસન મુશરીફ : મેડિકલ એજ્યુકેશન.

ચંદ્રકાન્ત પાટીલ : હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન, પાર્લમેન્ટરી અફેર્સ.

ગિરીશ મહાજન : વૉટર રિસોર્સિસ (વિદર્ભ, તાપી, કોંકણ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ.

ગણેશ નાઈક : ફૉરેસ્ટ.

ગુલાબરાવ પાટીલ : વૉટર સપ્લાય ઍન્ડ સૅનિટેશન.

દાદા ભૂસે : સ્કૂલ એજ્યુકેશન.

સંજય રાઠોડ : સૉઇલ ઍન્ડ વૉટર કન્ઝર્વેશન.

ધનંજય મુંડે : ફૂડ, સિવિલ સપ્લાય ઍન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન.

મંગલ પ્રભાત લોઢા : સ્કિલ ડેવલપમેન્ટ, એમ્પ્લૉયમેન્ટ, અૉન્ટ્રપ્રનરશિપ ઍન્ડ ઇનોવેશન.

ઉદય સામંત : ઇન્ડસ્ટ્રીઝ અને મરાઠી ભાષા.

જયકુમાર રાવલ : માર્કેટિંગ, પ્રોટોકૉલ.

પંકજા મુંડે : એન્વાયર્નમેન્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ, ઍનિમલ હસબન્ડરી.

અતુલ સાવે : અધર બૅકવર્ડ ક્લાસ (OBC) વેલ્ફેર, ડેરી ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી.

અશોક ઉઇકે : ટ્રાઇબલ ડેવલપમેન્ટ.

શંભુરાજ દેસાઈ : ટૂરિઝમ, માઇનિંગ, એક્સ-સર્વિસમેન વેલ્ફેર.

આશિષ શેલાર : ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, કલ્ચરલ અફેર્સ.

દત્તાત્રેય ભરણે : સ્પોર્ટ્સ ઍન્ડ યુથ વેલ્ફેર, માઇનૉરિટીઝ ડેવલપમેન્ટ.

અદિતિ તટકરે : વુમન ઍન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ.

શિવેન્દ્રસિંહ ભોંસલે : પબ્લિક વર્ક્સ (પબ્લિક એન્ટરપ્રાઇઝિસ સિવાય).

માણિકરાવ કોકાટે : ઍગ્રિકલ્ચર.

જયકુમાર ગોરે : રૂરલ ડેવલપમેન્ટ, પંચાયતી રાજ.

નરહરિ ઝિરવળ : ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન સ્પેશ્યલ અસિસ્ટન્સ.

સંજય સાવકારે : ટેક્સટાઇલ્સ.

સંજય શિરસાટ : સોશ્યલ જસ્ટિસ.

પ્રતાપ સરનાઈક : ટ્રાન્સપોર્ટ.

ભરતશેઠ ગોગાવલે : એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી, હૉર્ટિકલ્ચર, સૉલ્ટ પૅન લૅન્ડ ડેવલપમેન્ટ.

મકરંદ જાધવ (પાટીલ) : રિલીફ ઍન્ડ રીહૅબિલિટેશન.

નીતેશ રાણે : ફિશરીઝ ઍન્ડ પોર્ટ‍્સ

આકાશ ફુંડકર : લેબર

બાબાસાહેબ પાટીલ : કો-ઑપરેશન.

પ્રકાશ અબિટકર : પબ્લિક હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર.

રાજ્યકક્ષાના પ્રધાનો

ઍડ્વોકેટ આશિષ જાયસવાલ : ફાઇનૅન્સ ઍન્ડ પ્લાનિંગ, ઍગ્રિકલ્ચર, રિલીફ ઍન્ડ રીહૅબિલિટેશન, લૉ ઍન્ડ જુડિશ્યરી, લેબર.

માધુરી મિસાળ : અર્બન ડેવલપમેન્ટ, ટ્રાન્સપોર્ટ, સોશ્યલ જસ્ટિસ, મેડિકલ એજ્યુકેશન, માઇનૉરિટીઝ ડેવલપમેન્ટ.

પંકજ ભોઇર : હોમ (રૂરલ), હાઉસિંગ, સ્કૂલ એજ્યુકેશન, કો-ઑપરેશન, માઇનિંગ.

મેઘના બોર્ડિકર : પબ્લિક હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર, વૉટર સપ્લાય ઍન્ડ સૅનિટેશન, એનર્જી, વુમન ઍન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, પબ્લિક વર્ક્સ (પબ્લિક એન્ટરપ્રાઇઝિસ).

maharashtra assembly election 2024 maharashtra news maharashtra mumbai mumbai news devendra fadnavis bharatiya janata party ajit pawar nationalist congress party eknath shinde shiv sena