25 December, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મંત્રીમંડળે બુધવારે રાજ્યની નગરપાલિકાઓમાં ડાયરેક્ટ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવેલા નગરાધ્યક્ષને નગરપાલિકાના સભ્ય બનાવવા અને તેમને મતદાનનો અધિકાર આપતા કાયદામાં સુધારાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ધ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કાઉન્સિલ્સ, નગર પંચાયત્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ ઍક્ટ 1965માં એથી હવે સુધારો થશે એમ ચીફ મિનિસ્ટર્સ ઑફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કાયદામાં આ સુધારો કરવા બદલ વટહુકમ ઇશ્યુ કરાયો હતો.
આ જ મહિનાની શરૂઆતમાં રાજ્યની ૨૮૮ નગરપરિષદો અને નગરપંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડપણ હેઠળની મહાયુતિએ ૨૦૭ નગરાધ્યક્ષની બેઠક મેળવી છે અને ૬૮૫૧ બેઠકોમાંથી ૪૪૨૨ બેઠકો જીતી હતી.