Mumbai-Pune એક્સપ્રેસવે પર અકસ્માત, 5ના મોત

18 November, 2022 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અકસ્માતમાં 4 જણના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એકે હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જીવ ગુમાવ્યો. બધા ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના (Maharashtra) ખોપોલી (Khopoli) વિસ્તારમાં મુંબઈ પુણે એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway) પર શુક્રેવારે એક ભીષણ રોડ અકસ્માત (Road Accident) થયો છે. ખોપોલી વિસ્તાર નજીક મુંબઈ-પુણે એકસ્પ્રેસવે પર આજે સવારે એક કારની બીજા વાહન સાથે અથડામણ થવાથી 5ના મોત થયા જ્યારે 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. માહિતી પ્રમાણે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એકનું હૉસ્પિટલ લઈ જતી વખેત મૃત્યુ થયું છે. તો બધા ઈજાગ્રસ્તોને એમજીએમ હૉસ્પિટમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

હાલ પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ આ વાતની તપાસમાં લાગી ગઈ છે કે આખરે અકસ્માત થયો કેવી રીતે? સાથે જ જો ડ્રાઇવરે નશાની હાલતમાં ગાડી તો નહોતી ચલાવી ને. હૉસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તો સાથે પણ પોલીસ વાત કરશે.

પોલીસે જણાવ્યું કે ઘટના ગુરુવારે મોડી રાતની ઢેંકૂ ગામ નજીકની છે. કાર પુણેથી મુંબઈ આવી રહી હતી. જ્યારે તેણે 12 વાગ્યાની આસપાસ ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી. કારમાં 9 જણ હતાં. અકસ્માતમાં 4 જણના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એકે હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જીવ ગુમાવ્યો. બધા ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : એપીએમસી ફ્રૂટમાર્કેટમાં ખાલી પુઠ્ઠાનાં ખોખાંના ઢગલામાં આગ

ખોપોલી થાણેના એક અધિકારીએ કહ્યું કે બધા મૃતક પુરુષો હતા, જ્યારે ચાર ઈજાગ્રસ્તોમાં એક મહિલા છે. પ્રારંભિક તપાસમાં ખબર પડી છે કે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેને કારણે તે ટ્રક સાથે અથડાયો. પોલીસે જણાવ્યું કે ચાલક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Mumbai mumbai news mumbai pune expressway maharashtra khopoli