મહારાષ્ટ્રમાં શાળાને લઈને મોટો નિર્ણય, 24 જાન્યુઆરીથી આ બાળકો માટે સ્કૂલ શરૂ

20 January, 2022 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે ધોરણ 1થી 12 સુધી બધા માટે શાળાઓ 24 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં શાળાઓ શરૂ કરવાને લઈને સરકારે નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે બધી શાળાઓ શરૂ કરવાની પરવાવગી આપી દીધી છે. સીએમએ કહ્યું કે શાળાઓ શરૂ કરવા માટે બધા કોવિડ -19 નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે ધોરણ 1થી 12 સુધી બધા માટે શાળાઓ 24 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

જો કે, જાન્યઆરીની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકારે બધી શાળાઓ 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પણ કોરોનાના કેસમાં ઘટાડો જોતા હવે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.

શિક્ષા મંત્રીએ જણાવ્યું, "અમારા તરફથી મુખ્યમંત્રીને શાળા શરૂ કરવા માટે પ્રપૉઝલ મોકલવામાં આવ્યું હતું. જેમાં અમે કહ્યું હતું કે સોમવારથી શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે અને શાળાઓને લઈને નિર્ણ લેવાનો પાવર લોકલ બૉડી, જિલ્લા કલેક્ટરને આપવામાં આવે."

જણાવવાનું કે રાજ્યમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે જેને ધ્યાનમાં રાખતા હવે સરકાર તરફથી શાળાઓને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં પૉઝિટીવિટી રેટ 10 ટકા છે. તો રિકવરી રેટ 94.4 ટકા પહોંચી ગયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી થયો વધારો
ભલે રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લઈ લીદો હોય પણ હાલ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આંકડા ચિંતાજનક છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 40 હજારથી વધારે કેસ નોંધવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં 43,697 નવા સંક્રમિત કેસ સામે આવ્યા તો, 49 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યના બે શહેરોમાં કેસ સતત ચિંતાજનક છે. પુણે અને મુંબઈમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પુણેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં પુણેમાં 12,633 નવા કેસ સામે આવ્યા છે.

ત્રીજી લહેર ટૂંક સમયમાં જ થશે ખતમ
જો કે, દેશમાં ભલે કોરોનાના કેસ વધી રહ્યા છે, પણ રાજ્ય કે શહેરના સ્તરે જોઈએ તો અનેક સ્થળે કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. એક રિપૉર્ટ પ્રમાણે કોરોના વેક્સિન આપવાના અભિયાનને કારણે કોરોનાની ત્રીજી લહેર વધારે લાંબો સમય સુધી નહીં તૃચાલે. તો ઑમિક્રૉનના કેસ પણ એટલી ઝડપથી નથી વધ્યા.

mumbai news Mumbai maharashtra uddhav thackeray varsha gaikwad