ધોરણ ૨, ૩, ૪ બાદ હવે જૂનથી ધોરણ ૬માં નવો અભ્યાસક્રમ લાગુ

07 May, 2026 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ ધોરણ ૨, ૩ અને ૪નો અભ્યાસક્રમ બદલ્યા બાદ હવે ધોરણ ૬ માટે પણ નવો ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-’૨૭થી ધોરણ ૬ માટે નવો અભ્યાસક્રમ અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દાદાજી ભુસેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) ૨૦૨૦ને અનુરૂપ આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

અગાઉ ધોરણ ૨, ૩ અને ૪નો અભ્યાસક્રમ બદલ્યા બાદ હવે ધોરણ ૬ માટે પણ નવો ફેરફાર કરવામાં આવ્યો છે.

બાલભારતી પ્રકાશન દ્વારા નવા અભ્યાસક્રમ મુજબનાં પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં વિદ્યાર્થીઓને આ પુસ્તકો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે.

નવા અભ્યાસક્રમની સમજ આપવા માટે રાજ્યસ્તરે અને જિલ્લાસ્તરે શિક્ષકો માટે ખાસ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવશે.

આ નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણપદ્ધતિ સાથે જોડવામાં મદદરૂપ થશે.

mumbai news mumbai Education central board of secondary education maharashtra government maharashtra news maharashtra