પ્રચારનો સમય પૂરો થયા પછી ક્યાંય જાહેરાત નહીં આપી શકાય

25 December, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની મીટિંગમાં સ્ટેટ ઇલેક્શન કમિશનરે એડ્‌વર્ટાઇઝિંગ સંબંધિત નિર્દેશ આપ્યા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં આગામી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇલેક્શન્સ માટે કૅમ્પેઇનિંગ અને પ્રચારપ્રસાર કરવાનો ઑફિશ્યલ સમય પૂરો થયા પછી ઇલેક્શનને લગતી કોઈ પણ પ્રકારની જાહેરાતો કરી શકાશે નહીં. ૧૩ જાન્યુઆરીએ સાંજે ૫.૩૦ વાગ્યે આ સમય પૂરો થશે. એ પછી ઇલેક્ટ્રૉનિક, પ્રિન્ટ કે અન્ય કોઈ પણ માધ્યમોમાં ઇલેક્શન સંબંધિત ઍડ્વર્ટાઇઝિંગ કરવા પર પ્રતિબંધ રહેશે.

પૉલિટિકલ પાર્ટીઝના પ્રતિનિધિઓની મીટિંગમાં સ્ટેટ ઇલેક્શન કમિશનરે આ વિગતો જણાવી હતી. ઇલેક્શન સંબંધિત ઍડ્વર્ટાઇઝિંગ માટે ચૂંટણીપંચ દ્વારા ગાઇડલાઇન ઇશ્યુ કરવામાં આવેલી છે. ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સ માટે ૧૫ જાન્યુઆરીએ મતદાન થવાનું છે અને બીજા દિવસે મતગણતરી કરવામાં આવશે.

BMCની ચૂંટણી માટે કાલે બે ઉમેદવારીપત્રક ભરાયાં

સ્ટેટ ઇલેક્શન કમિશને જાહેર કરેલી BMCની ચૂંટણીપ્રક્રિયા અંતર્ગત ગઈ કાલે બે ઉમેદવારોએ તેમનાં ઉમેદવારીપત્રક ઇલેક્શન ઑફિસર સામે જઈને નોંધાવ્યાં હતાં. ૨૩ ડિસેમ્બરથી ઉમેદવારીપત્રકની વહેંચણી ચાલુ કરવામાં આવી છે. પહેલા દિવસે ૪૧૬૫ ઉમેદવારીપત્રક વહેંચાયાં હતાં, જ્યારે ગઈ કાલે બીજા દિવસે ૨૮૪૪ ઉમેદવારીપત્રકની વહેંચણી થઈ હતી. આજે નાતાલને કારણે જાહેર રજા હોવાથી સ્ટેટ ઇલેક્શનની ઑફિસો પણ બંધ રહેશે.

mumbai news mumbai bmc election brihanmumbai municipal corporation election commission of india maharashtra government maharashtra news maharashtra