19 November, 2026 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
દાદર રેલવે-સ્ટેશનનું નામ બદલીને ચૈત્યભૂમિ કરવા માટે આગામી વિધાનસભાના શિયાળુ સત્ર દરમ્યાન તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મનાવવામાં આવતા ૬ ડિસેમ્બરના મહાપરિનિર્વાણ દિવસની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારે આ પ્રસ્તાવને અગાઉથી જ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને આ સંદર્ભે કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે. નામ બદલવાની પ્રક્રિયાને આગળ ધપાવતાં પહેલાં આગામી શિયાળુ સત્ર દરમ્યાન તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવશે.’