10 February, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લંગોટ પહેરીને જીતની ઉજવણી
મહારાષ્ટ્રમાં જિલ્લાપરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહાયુતિએ ૭૩૧ બેઠકમાંથી ૫૫૨ બેઠક જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. BJP ૨૨૫ બેઠક સાથે આગળ છે. ત્યાર બાદ નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ૧૬૫ અને શિવસેનાએ ૧૬૨ બેઠક મેળવી છે.
વિપક્ષ મહાવિકાસ આઘાડીમાં કૉન્ગ્રેસ પંચાવન બેઠક સાથે મોખરે રહી હતી. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) ૪૩ અને શરદ પવારની NCP (SP)એ ૨૬ બેઠક મેળવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ લાતુર અને રત્નાગિરિમાં એક-એક બેઠક જીતી છે. અપક્ષોએ ૨૦ બેઠક જીતી છે. ચૂંટણીપંચમાં માન્યતાપ્રાપ્ત અન્ય પક્ષોને ૧૪ અને ચૂંટણી સાથે નોંધાયેલા પક્ષોને ૭ બેઠક મળી છે.
પુણે જિલ્લાપરિષદમાં NCPએ ૭૩માંથી ૫૧ બેઠક જીતી. શિવસેનાએ રાયગડ જિલ્લાપરિષદમાં ૫૯માંથી ૨૩ બેઠક જીતી. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ રત્નાગિરિ જિલ્લાપરિષદમાં ૫૬માંથી ૪૧ બેઠક જીતી.સિંધુદુર્ગમાં BJPએ ૫૦માંથી ૨૭ બેઠક પર વિજય મેળવ્યો. સાતારા, સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, પરભણી, ધારાશિવ, સાતારા અને લાતુરમાં પણ BJP સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો. કોલ્હાપુરમાં કૉન્ગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી.
જિલ્લા-પરિષદની ચૂંટણીમાં NCPએ બીજા ક્રમે સૌથી વધુ બેઠકો જીતી છે. સાંજ સુધીના આંકડા મુજબ NCPએ ૧૭૨ જિલ્લા-પરિષદની બેઠક જીતી છે અને પુણે જિલ્લામાં લગભગ ૪૪ બેઠક જીતી છે. આ જીત પછી કાર્યકરોએ અજિત પવારના ફોટો સાથે ઉજવણી કરી હતી. આ ચૂંટણી પુણે જિલ્લા-પરિષદની ૭૪ બેઠક માટે યોજાઈ રહી છે અને NCPએ ૪૦થી વધુ બેઠક જીતીને પાર્ટીનું વર્ચસ સાબિત કર્યું છે.
|
રાયગડ - કુલ બેઠક ૫૯ |
|
||
|
BJP |
૧૫ |
|
|
|
શિવસેના |
૨૧ |
|
|
|
NCP |
૧૬ |
|
|
|
શિવસેના (UBT) |
૫ |
|
|
|
કૉન્ગ્રેસ |
૨ |
|
|
|
શેકાપ |
૦ |
|
|
|
રત્નાગિરિ - કુલ બેઠક ૫૬ |
|
||
|
BJP |
૪ |
|
|
|
શિવસેના |
૪૦ |
|
|
|
NCP |
૫ |
|
|
|
શિવસેના (UBT) |
૬ |
|
|
|
MNS |
૧ |
|
|
|
કૉન્ગ્રેસ |
૦ |
|
|
|
NCP (SP) |
૦ |
|
|
|
અપક્ષ |
૦ |
|
|
|
પુણે - કુલ બેઠક ૭૩ |
|
||
|
BJP |
૧૦ |
|
|
|
શિવસેના |
૫ |
|
|
|
NCP |
૫૧ |
|
|
|
NCP (SP) |
૧ |
|
|
|
શિવસેના (UBT) |
૬ |
|
|
|
કૉન્ગ્રેસ |
૦ |
|
|
|
અપક્ષ |
૦ |
|
|
|
સિંધુદુર્ગ - કુલ બેઠક ૫૦ |
|
||
|
BJP |
૨૭ |
|
|
|
શિવસેના |
૧૪ |
|
|
|
શિવસેના (UBT) |
૩ |
|
|
|
NCP |
૦ |
|
|
|
કૉન્ગ્રેસ |
૦ |
|
|
|
અપક્ષ |
૬ |
|
|
|
લાતુર - કુલ બેઠક ૫૯ |
|
||
|
BJP |
૧૮ |
|
|
|
કૉન્ગ્રેસ |
૨૩ |
|
|
|
શિવસેના |
૧ |
|
|
|
શિવસેના (UBT) |
૧ |
|
|
|
NCP |
૧૨ |
|
|
|
NCP(SP) |
૧ |
|
|
|
વંચિત |
૦ |
|
|
|
MNS |
૧ |
|
|
|
સ્વતંત્ર |
૨ |
|
|
|
સાતારા - કુલ બેઠક ૬૫ |
|
||
|
BJP |
૧૯ |
|
|
|
શિવસેના |
૧૫ |
|
|
|
NCP |
૧૮ |
|
|
|
શિવસેના (UBT) |
૦ |
|
|
|
કૉન્ગ્રેસ |
૧ |
|
|
|
અન્ય |
૨ |
|
|
|
કોલ્હાપુર - કુલ બેઠક ૬૮ |
|
||
|
BJP |
૧૨ |
|
|
|
શિવસેના |
૯ |
|
|
|
NCP |
૨૦ |
|
|
|
કૉન્ગ્રેસ |
૧૫ |
|
|
|
શિવસેના (UBT) |
૧ |
|
|
|
જનસુરાજ્ય |
૬ |
|
|
|
સ્વાભિમાની શેતકરી સંગઠન |
૧ |
|
|
|
શાહૂ આઘાડી રાજેન્દ્ર પાટીલ યડ્રાવકર જૂથ |
૪ |
|
|
|
સોલાપુર - કુલ બેઠક ૬૮ |
|
||
|
BJP |
૩૮ |
|
|
|
શિવસેના |
૮ |
|
|
|
NCP |
૧૧ |
|
|
|
NCP (SP) |
૫ |
|
|
|
શેકાપ |
૩ |
|
|
|
અન્ય |
૨ |
|
|
|
સાંગલી - કુલ બેઠક ૬૧ |
|
||
|
BJP |
૧૬ |
|
|
|
NCP |
૬ |
|
|
|
કૉન્ગ્રેસ |
૧૧ |
|
|
|
શિવસેના |
૭ |
|
|
|
NCP (SP) |
૧૮ |
|
|
|
શિવસેના (UBT) |
૧ |
|
|
|
જનસુરાજ્ય |
૧ |
|
|
|
રયત ક્રાન્તિ (સદાભાઈ ખોત) |
૧ |
|
|
|
છત્રપતિ સંભાજીનગર - |
|||
|
BJP |
૨૩ અને પ્રાયોજિત બે |
||
|
શિવસેના |
૨૧ અને પ્રાયોજિત ૧ |
||
|
શિવસેના (UBT) |
૯ |
||
|
NCP |
૪ |
||
|
NCP (SP) |
૧ |
||
|
કૉન્ગ્રેસ |
૧ |
||
|
સ્વતંત્ર |
૧ |
||
|
પરભણી - કુલ બેઠક ૫૪ |
|
||
|
BJP |
૨૪ |
|
|
|
શિવસેના |
૫ |
|
|
|
શિવસેના (UBT) |
૬ |
|
|
|
NCP |
૧૫ |
|
|
|
કૉન્ગ્રેસ |
૩ |
|
|
|
વંચિત |
૦ |
|
|
|
MIM |
૦ |
|
|
|
સ્વતંત્ર |
૧ |
|
|
|
ધારાશિવ - કુલ બેઠક ૫૫ |
|
||
|
BJP |
૧૮ |
|
|
|
શિવસેના |
૧૫ |
|
|
|
શિવસેના (UBT) |
૮ |
|
|
|
NCP |
૬ |
|
|
|
NCP (SP) |
૦ |
|
|
|
કૉન્ગ્રેસ |
૩ |
|
|
|
સમાજવાદી |
૧ |
|
|
|
MIM |
૦ |
|
|
|
સ્વતંત્ર |
૫ |
|
|
ધારાશિવ જિલ્લાની ઢોકી પંચાયત સમિતિની બેઠક પર શિવસેના (UBT)ના ઉમેદવારે તેના હરીફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારને માત્ર એક મતથી હરાવ્યો હતો. ઢોકી પંચાયત સમિતિની બેઠક અમર સમુદ્રેએ જીતી હતી. પોસ્ટલ બૅલેટના ૩ મત ઉમેરતાં તે હરીફ ઉમેદવારથી આગળ નીકળી ગયા હતા. વિજયી ઉમેદવારને કુલ ૩૧૮૭ મત મળ્યા હતા, જ્યારે તેના હરીફ નિહાલ કાઝીને ૩૧૮૬ મત મળ્યા હતા. આ બેઠક પર નન ઑફ ધ અબોવ (NOTA) માટે ૫૬ મત પડ્યા હતા.
મહારાષ્ટ્રમાં જિલ્લાપરિષદ ચૂંટણીની મતગણતરી દરમ્યાન લાતુર જિલ્લાના રેણાપુર તાલુકામાં કામખેડા જિલ્લાપરિષદની ચૂટંણીનાં પરિણામો સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતાં. બે દેરાણી-જેઠાણી એકબીજા સામે મેદાનમાં ઊતરી હોવાથી સમગ્ર જિલ્લાનું ધ્યાન આ લડાઈ પર કેન્દ્રિત હતું. જોકે એ અંતિમ સત્ય હતું કે બેમાંથી એક જીતશે અને બીજી હારશે. જોકે આ અત્યંત રસાકસીભરી લડાઈમાં દેરાણીએ જેઠાણીને હરાવી દીધી હતી. કૉન્ગ્રેસનાં આશાતાઈ ભીસેએ પોતાની જેઠાણી સરિતા ભીસેને માત્ર બે વોટથી હરાવીને વિજય મેળવ્યો છે. આ વિજય પછી કૉન્ગ્રેસે ધમાકેદાર જીતની ઉજવણી કરી હતી.
કૉન્ગ્રેસે લાતુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને આંચકો આપી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. રાજ્યના એકમાત્ર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉન્ગ્રેસના નેતા અમિત દેશમુખના નેતૃત્વમાં કૉન્ગ્રેસે સરકાર બનાવી એથી દરેકને ઉત્સુકતા હતી કે જિલ્લાપરિષદની ચૂંટણીમાં શું થશે અને લોકો કોને મત આપશે. આખરે લાતુરમાં પણ લોકોએ જિલ્લાપરિષદની ચૂંટણીમાં BJP વિરુદ્ધ મતદાન કર્યું છે. અહીં કૉન્ગ્રેસ ૨૩ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. જોકે અહીં કામખેડા જિલ્લાપરિષદ જૂથમાં થયેલી લડાઈ ચર્ચાનો વિષય બની હતી. અહીં માત્ર બે મતના માર્જિનથી મળેલા વિજયે રસાકસી પેદા કરી હતી.
કૉન્ગ્રેસમાંથી BJPમાં જોડાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય ત્ર્યંબક નાના ભિસે આ પરિણામથી ચોંકી ગયા હતા. ભૂતપૂર્વ ધારાસભ્ય ત્ર્યંબક નાના ભિસેએ ચૂંટણીમાં પોતાની બધી તાકાત લગાવી દીધી હતી. જોકે કૉન્ગ્રેસ યોગ્ય પગલું ભરીને મતદારોને બાંધી રાખવામાં સફળ રહી છે. કાળજીપૂર્વક નિરીક્ષણ અને રણનીતિને કારણે જ આ જીત માત્ર બે મતથી પ્રાપ્ત થઈ હતી. આ ચૂંટણીમાં જ્યાં દેરાણી-જેઠાણી સામસામે હતાં ત્યાં દેરાણીને બે મતથી હરાવવી એ આ ચૂંટણીની સૌથી નાટકીય ક્ષણ બની રહી હતી. આ પરિણામ લાતુર જિલ્લાપરિષદ ચૂંટણીનો સૌથી રોમાંચક અને ચર્ચિત વિષય બની રહ્યું છે.
જુન્નર જિલ્લાપરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ દેવરામ લાંડે તેમની અતરંગી અને વિવાદાસ્પદ વર્તણૂક માટે કાયમ ચર્ચામાં રહેતા હોય છે. જિલ્લા પરિષદની ચૂંટણીમાં તેમની પુત્રવધૂ મોનાલી લાંડે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાંથી જીતી ગઈ છે. એથી ઉત્સાહમાં આવી જઈને દેવરામ લાંડેએ લંગોટ પહેરી હાથમાં અજિતદાદાનો ફોટો લઈને એની ઉજવણી કરી હતી. તેમનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ પણ થયો હતો અને ઘણા લોકોએ એની ટીકા પણ કરી હતી.