09 May, 2025 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
આરેથી કોલાબા સુધી ૩૩.૫ કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ દોડનારી મેટ્રો-૩ ઍક્વા લાઇનનાં કુલ ૨૬ સ્ટેશન છે. પહેલા તબક્કામાં ૧૨.૬૯ કિલોમીટર આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધી ૭ ઑક્ટોબરે ચાલુ કરાઈ હતી, જેમાં ૧૦ સ્ટેશન આવેલાં છે. BKCથી વરલી–આચાર્ય અત્રે ચોક સુધીનો બીજો તબક્કો આજથી શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનું ઉદ્ઘાટન કરશે. આ તબક્કામાં કોટક-BKCથી આગળ ૯.૭૭ કિલોમીટરના અંતરમાં ધારાવી, શીતલાદેવી, દાદર, સિદ્ધિવિનાયક, વરલી અને આચાર્ય અત્રે ચોક એમ કુલ છ સ્ટેશન છે.
વરલીથી કોલાબા સુધીનો છેલ્લો તબક્કો આ વર્ષના અંત સુધીમાં ચાલુ થાય એવી શક્યતા છે.
આ બીજા તબક્કાની વિશેષતા એ છે કે BKCથી ધારાવી દરમ્યાન ૩ કિલોમીટરના પટમાંથી બે કિલોમીટરનું ડિસ્ટન્સ ટ્વિન ટનલમાંથી મીઠી નદીની નીચેથી પસાર થશે.
ઍડ્વાન્ટેજ શિવસેના
કોર્ટે આપેલા આદેશ અનુસાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ આગામી ચાર મહિનામાં યોજાવાની છે ત્યારે NCP (શરદ પવાર) જૂથના છ ભૂતપૂર્વ નગરસેવકો ગઈ કાલે થાણેમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા.