MMRના વિકાસ માટે MMRDAને મળશે ૧,૦૩,૮૦૦ કરોડ રૂપિયાનું ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ

30 January, 2025 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેસિડેન્શ્યલ પ્રોજેક્ટ્સ, કમર્શિયલ પ્રોજેક્ટ્સ, મિક્સ્ડ યુઝ ડેવલપમેન્ટ, લૉજિ​સ્ટિક પાર્ક, ડેટા સેન્ટર્સ અને ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર સ્થાપવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ના વિકાસ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ વિશ્વભરમાં રોકાણ કરતી જાણીતી કૅનેડા-ટૉરોન્ટોની ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્રુકફીલ્ડ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅ​ન્ડિંગ (MoU) સાઇન કર્યું છે. એ મુજબ આવનારાં પાંચથી સાત વર્ષમાં બ્રુકફીલ્ડ MMRમાં થનારા વિવિધ પ્રોજેક્ટ્સ માટે ૧,૦૩,૮૦૦ કરોડ રૂપિયાનું ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) કરશે.

આ કોલૅબરેશન અંતર્ગત મેટ્રો પ્રોજેક્ટ્સ, રોડ્સ, બ્રિજ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, રિયલ એસ્ટેટ તેમ જ અન્ય બાબતો પર ફોકસ કરવામાં આવશે. આ ઉપરાંત રાયગડ જિલ્લાના ૩૨૩.૨૪ સ્ક્વેર કિલોમીટરમાં આકાર લેનાર ત્રીજી મુંબઈમાં પણ માતબર રોકાણ કરવામાં આવશે. એ સિવાય સ્પેશ્યલ પ્લાનિંગ એરિયા અંતર્ગત મુંબઈથી નૉર્થમાં પાલઘર જિલ્લાના ૧૦૦૬.૭૬ સ્ક્વેર કિલોમીટર અને સાઉથ રીજન‌માં પણ રોકાણ કરવામાં આવશે; જેમાં ​રેસિડેન્શ્યલ પ્રોજેક્ટ્સ, કમર્શિયલ પ્રોજેક્ટ્સ, મિક્સ્ડ યુઝ ડેવલપમેન્ટ, લૉજિ​સ્ટિક પાર્ક, ડેટા સેન્ટર્સ અને ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર સ્થાપવામાં આવશે.

mumbai metropolitan region development authority mumbai mutual fund investment real estate mumbai metro palghar news mumbai news foreign direct investment