Mumbai: અંધેરીમાં વિદ્યાર્થી સાથે OLX પર 1.26 લાખની છેતરપિંડી 

27 September, 2021 05:36 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બઈ (mumbai)ના અંધેરી(Andheri)(પૂર્વ) ના 26 વર્ષીય વિદ્યાર્થી સાથે OLX પર 1.26 લાખની છેતરપિંડી થઈ.

પ્રતીકાત્મક તસવીર

ઈન્ટરનેટનો ઉપયોગ વધતાં સાઈબક ક્રાઈમ(cyber crime)ની ઘટનાઓમાં પણ વધારો થયો છે. આવી જ એk ઘટના અંધેરીમાં એક વિદ્યાર્થી સાથે બની હતી. મુંબઈ (mumbai)ના અંધેરી(Andheri)(પૂર્વ) ના 26 વર્ષીય વિદ્યાર્થી કે જેણે તેની માતાને ઓનલાઈન માર્કેટપ્લેસ OLX પર 5,000 રૂપિયામાં જૂની ગણતરી મશીન વેચવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં તેની સાથે કથિત રૂપે સાઈબર ફ્રોડર દ્વારા 1.26 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. 

ફરિયાદીની માતાએ 25 સપ્ટેમ્બરના રોજ OLX પર તેમનું કાઉન્ટિંગ મશીન વેચવા માટે જાહેરાત આપી હતી અને તે જ દિવસે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે જે તેને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તે વ્યક્તિએ ખરીદી પૂર્ણ કરવા માટે તેના ઈ-વોલેટ ખાતાની વિગતો માંગી હતી. ફરિયાદ અનુસાર, વ્યક્તિએ કહ્યું કે તે પહેલા પૈસા ટ્રાન્સફર કરી શકતો નથી કારણ કે તે આર્મી એકાઉન્ટ છે. તેથી પહેલા વિદ્યાર્થીએ પહેલા તેને 100 રૂપિયા મોકલ્યા હતા. બાદમાં તેણે તે જ અકાઉન્ટમાં 200 રૂપિયા મોકલીને વિદ્યાર્થીનો વિશ્વાસ જીત્યો હતો.

ત્યારબાદ ફ્રોડ વ્યક્તિએ વિદ્યાર્થીને મોટી રકમ મોકલવાનું કહ્યું અને સાથે એ પણ કહ્યું કે તેને તેના બમણા પૈસા મળશે. તેથી વિદ્યાર્થીએ તેને અનેકવાર મોટી રકમ મોકલી હતી, આમ વિદ્યાર્થીએ તેને કુલ 1.26 લાખ રૂપિયા જેટલા મોકલ્યા હતા. ફ્રોડરે તકનીકી ભૂલ અને સમસ્યાનું કારણ દર્શાવી પૈસા પડાવી લીધા હતા. આમ, વિદ્યાર્થીને બાદમાં ખ્યાલ આવ્યો કે તેને સાથે છેતરપિંડી થઈ છે અને તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. 

andheri mumbai mumbai news