04 May, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા હવા અને પાણીના પ્રદૂષણ વચ્ચે એક ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. સ્ટેટ એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આવેલા કુલ ૩૪,૬૯૬ ઔદ્યોગિક એકમોમાંથી પચાસ ટકાથી વધુ, અંદાજે ૧૯,૦૦૦ એકમો મધ્યમ અથવા ખૂબ વધારે પ્રદૂષણ ફેલાવે એવી શ્રેણીમાં આવે છે.
પર્યાવરણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રદૂષણ ફેલાવતા એકમો માનવ-સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર હવે વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે. વધારે પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગો પર દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પર્યાવરણ વિભાગ આ મુદ્દે અત્યારે માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યો છે જેથી વધતા જતા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય.
કલ્યાણ : ૮૮૭૨
મુંબઈ : ૭૪૩૭
નવી મુંબઈ : ૭૩૧૯
થાણે-પાલઘર : ૭૩૧૨
રાયગડ : ૩ ,૭૫૬
અતિશય પ્રદૂષણ ફેલાવતાં યુનિટ્સ : ૮૫૦૦
મધ્યમ શ્રેણીનું પ્રદૂષણ ફેલાવતાં યુનિટ્સ : ૧૦,૫૪૭
ઓછું પ્રદૂષણ ફેલાવતાં યુનિટ્સ : ૧૧,૫૯૪
સામાન્ય પ્રદૂષણ ફેલાવતાં યુનિટ્સ : ૪૦૫૫