ઘોડબંદર પાસે તળાવમાંથી મા અને દીકરીની લાશ મળી

04 September, 2025 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાથમિક તપાસમાં મહિલાની ઉંમર ૩૫ વર્ષ અને બાળકીની ઉંમર ૩ વર્ષ જણાઈ હતી. તેઓ બન્ને મા-દીકરી હોય એમ લાગે છે. વધુ વિગતો ફૉરેન્સિક તપાસ બાદ માલૂમ પડશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ઘોડબંદર રોડ પાસે કાસારવડવલી વિસ્તારમાં લોકોની ઓછી અવરજવર ધરાવતા તળાવ વિસ્તારમાંથી મંગળવારે સાંજે મમ્મી અને ૩ વર્ષની દીકરીની લાશ મળી હતી. જે તળાવમાંથી બન્ને મૃતદેહો મળી આવ્યા હતા એ માત્ર ૨.૫ ફુટ ઊંડું જ હતું એટલે આ બનાવ પાછળની હકીકત જાણવા માટે થાણે પોલીસે તપાસ શરૂ કરી છે. થાણેના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘થાણે ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહો બહાર કાઢીને તાબામાં લીધા હતા. પ્રાથમિક તપાસમાં મહિલાની ઉંમર ૩૫ વર્ષ અને બાળકીની ઉંમર ૩ વર્ષ જણાઈ હતી. તેઓ બન્ને મા-દીકરી હોય એમ લાગે છે. વધુ વિગતો ફૉરેન્સિક તપાસ બાદ માલૂમ પડશે.’

ghodbunder road thane news mumbai mumbai police mumbai news mumbai fire brigade