19 March, 2025 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ફાઇનૅન્શિયલ વર્ષ ૨૦૨૫-’૨૬થી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)એ પૅસેન્જરો પાસેથી લેવાતી યુઝર ડેવલપમેન્ટ ફીમાં વધારો કરવાનો પ્રસ્તાવ ઍરપોર્ટ ઇકૉનૉમિક રેગ્યુલેટરી ઑથોરિટી સમક્ષ મૂક્યો છે. ઇન્ટરનૅશનલ પૅસેન્જરો પાસેથી અત્યાર સુધી ૧૮૭ રૂપિયા યુઝર ડેવલપમેન્ટ ફી લેવામાં આવતી હતી. એમાં ૪૬૩ રૂપિયાનો વધારો કરી એ ફી હવે ૬૫૦ રૂપિયા લેવાની પ્રપોઝલ મૂકવામાં આવી છે. અત્યાર સુધી ડોમેસ્ટિક પૅસેન્જરો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નહોતી, પણ હવે તેમની પાસેથી પણ ૩૨૫ રૂપિયા વસૂલ કરવાની પ્રપોઝલ છે. એક તરફ પૅસેન્જરો પાસેથી વધારે યુઝર ડેવલપમેન્ટ ફી વસૂલ કરવાનું નક્કી કરનારી MIALએ ઍરલાઇન્સ કંપનીઓને રાહત આપવાનો નિર્ણય લીધો છે. દરેક ઍરલાઇન્સ પાસેથી લેવામાં આવતા પાર્કિંગ ચાર્જિસમાં ૩૫ ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ MIALએ મૂક્યો છે.