ભાજપના સાંસદના ઘરમાં લૂંટ, નોકરે જ ડુપ્લિકેટ ચાવીઓ બનાવીને કરી લાખો રૂપિયાની ચોરી

19 January, 2026 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીના અંધેરી સ્થિત ઘરમાંથી થઈ ૫.૪૦ લાખ રુપિયાની ચોરી; સીસીટીવી ફૂટેજને આધારે હાઉસ હેલ્પની કરી ધરપકડ; ભૂતપૂર્વ કર્મચારીએ ડુપ્લિકેટ ચાવીઓથી તિજોરી ખોલી અને લાખો રૂપિયાની રોકડ ચોરી કરી

મનોજ તિવારીની ફાઇલ તસવીર

અભિનેતા-ગાયક અને ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party - BJP) ના સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari) ના મુંબઈ (Mumbai) સ્થિત નિવાસસ્થાને ચોરી થઈ હતી અને ૫.૪૦ લાખ રૂપિયાની રોકડની ચોરી (BJP MP Manoj Tiwari`s residence burgled)ના કેસમાં એક ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.

ગાયક-અભિનેતા બનેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ મનોજ તિવારીના ભૂતપૂર્વ હાઉસહેલ્પને મુંબઈ પોલીસ (Mumbai Police)એ અંધેરી (Andheri) પશ્ચિમના શાસ્ત્રી નગર (Shastri Nagar)માં સ્થિત સાંસદના સુંદરવન એપાર્ટમેન્ટ (Sundarban Apartment)માંથી રૂપિયા ૫.૪૦ લાખની ચોરી કરવા બદલ ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ સુરેન્દ્ર કુમાર દીનાનાથ શર્મા (Surendra Kumar Deenanath Sharma) તરીકે થઈ છે, જે મોનજ તિવારીનો ભૂતપૂર્વ કર્મચારી હતો. આરોપી સુરેન્દ્ર કુમાર દીનાનાથ શર્મા બે વર્ષ પહેલાં ફ્લેટમાં પ્રવેશવા માટે ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરતો પકડાયા બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતો.

મનોજ તિવારીના મેનેજરે નોંધાવી ફરિયાદ

ભાજપના સાંસદ મનોજ તિવારીના મેનેજર પ્રમોદ જોગેન્દ્ર પાંડે (Pramod Jogendra Pandey) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, એક રૂમમાં રાખેલા ૫.૪૦ લાખ રૂપિયા ગુમ થઈ ગયા છે. કુલ ગુમ થયેલી રકમમાંથી, જૂન ૨૦૨૫માં કબાટમાંથી ૪.૪૦ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા, જોકે તે સમયે ગુનેગાર મળ્યો ન હતો. જૂન ૨૦૨૫ની ઘટના બાદ, ડિસેમ્બર ૨૦૨૫માં પાંડે દ્વારા ઘરમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા.

CCTVને આધારે આરોપી હાઉસ હેલ્પની ધરપકડ

૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ, મનોજ તિવારીના મેનેજર પાંડે કોઈ કામ માટે ઘરની બહાર હતા અને જ્યારે તેઓ રાત્રે ૯ વાગ્યાની આસપાસ પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમને અહેસાસ થયો કે ઘરમાં કંઈક થયું છે. પછી સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થયો કે આરોપી કબાટમાંથી ૧ લાખ રૂપિયા રોકડા ચોરી રહ્યો હતો અને તેની પાસે ઘર, બેડરૂમ અને કબાટની ડુપ્લિકેટ ચાવીઓ હતી જેનો ઉપયોગ તેણે કબાટ તોડવા માટે કર્યો હતો.

પાંડેએ તાત્કાલિક સોસાયટીના ચોકીદારને જાણ કરી અને આરોપીને પકડી લેવા કહ્યું. પાંડેએ કબાટ તપાસ્યું અને ખબર પડી કે કબાટમાંથી ૧ લાખ રૂપિયા રોકડા ગાયબ હતા. જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યું, ત્યારે આરોપીએ ગુનો કબૂલ કર્યો.

પોલીસની એક ટીમને આંબોલી પોલીસ (Amboli Police) સ્ટેશન પર જાણ કરવામાં આવી, જેમણે ઘટનાસ્થળે પહોંચીને તેની ધરપકડ કરી. સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આંબોલી પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, મનોજ તિવારીના એક્સ હાઉસ હેલ્પ આરોપી સુરેન્દ્ર કુમાર દીનાનાથ શર્માએ આ પહેલા કેટલી વાર ચોરી કરી છે અને શું આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે નહીં. કેસની વધુ તપાસ ચાલી રહી છે.

manoj tiwari bharatiya janata party andheri Crime News mumbai crime news mumbai police mumbai mumbai news