લિવ-ઇન રિલેશનશિપનો વિરોધ કરતા પિતાની હત્યા કરી નાખી દીકરીએ

14 June, 2025 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસમાં MIDC પોલીસે સોનાલી અને મહેશ પાંડેની ધરપકડ કરી છે

પ્રતીકાત્મક તસવીર

અંધેરી-ઈસ્ટમાં રહેતી ૩૭ વર્ષની સોનાલી બૈતે તેના લિવ-ઇન પાર્ટનર મહેશ પાંડે સાથે મળીને પિતા શંકર કાંબળેની હત્યા કરી હતી. આ કેસમાં MIDC પોલીસે સોનાલી અને મહેશ પાંડેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ‘સોનાલી પરણેલી છે અને તેને ૧૭ વર્ષની દીકરી અને ૧૩ વર્ષનો દીકરો છે. થોડાં વર્ષ પહેલાં તે પતિ અને બાળકોને છોડીને મહેશ પાંડે સાથે રહેવા ચાલી ગઈ હતી. શંકર કાંબળે તેના દીકરા રાહુલ સાથે ઘાટકોપરમાં રહે છે. ૧૧ જૂને તેમણે ફરી પાછી સોનાલીને સમજાવી હતી કે તું લિવ-ઇન રિલેશનશિપમાં ન રહે. તેમની એ વાતથી સોનાલીને ગુસ્સો આવ્યો હતો અને તેણે મહેશ પાંડે સાથે મળીને શંકર કાંબળેની મારઝૂડ કરી હતી જેમાં તે ગંભીર રીતે ઘવાયા હતા અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. સોનાલીના ભાઈ રાહુલે MIDC પોલીસ-સ્ટેશને ફરિયાદ કરતાં સોનાલી અને મહેશ પાંડેની ધરપકડ કરવામાં આવી છે.’  

andheri Crime News mumbai crime news mumbai mumbai news mumbai police ghatkopar