12 January, 2025 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉલ્હાસનગરના કૅમ્પ નંબર-૩માં એક પાળેલા શ્વાનને કોઈ વ્યક્તિએ ઝેર ખવડાવીને મારી નાખ્યો હોવાની ફરિયાદ એના માલિકે કરી છે. શ્વાનના માલિકે પોલીસને કહ્યું હતું કે ડૉગને રાબેતા મુજબ થોડી વાર છૂટો મૂકવામાં આવ્યો એ પછી એ ખોવાઈ ગયો હતો અને બહુ શોધખોળ કર્યા છતાં નહોતો મળ્યો. ત્યાર બાદ ૬ જાન્યુઆરીએ કૅમ્પ નંબર-૩ના ગ્રાઉન્ડમાંથી એ મૃત્યુ પામેલી હાલતમાં મળ્યો હતો. તેને ફૂડમાં ઝેર ભેળવીને ખવડાવવામાં આવ્યું હતું. એને કોણે મારી નાખ્યો એ સવાલ અનુત્તર રહેતાં શ્વાનના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો સહિત પ્રિવેન્શન ઑૅફ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને શ્વાનને ઝેર ખવડાવનાર વ્યક્તિને શોધી રહી છે.