Mumbai : બર્થ-ડે કેક સૌ હોંશેહોંશે ખાવા તો લાગ્યા પણ ત્યાં જ કેકમાં દેખાયું કંઇક વિચિત્ર- પછી જે બન્યું તે...

16 August, 2026 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: નાલાસોપારામાં એક બાળકીના બર્થડેના સેલિબ્રેશન માટે કેક મગાવવામાં આવી હતી. પણ આ કેકમાંથી મરેલી ગરોળી મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

AI ઇમેજ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન હાલમાં રાજ્યવ્યાપી કાર્યવાહી (Mumbai) કરી રહી છે જે અંતર્ગત નિયમોના ઉલ્લંઘનને લઇને રોજ કોઈક ને કોઈક હોટેલ-રેસ્ટોરાં કે જાણીતા ખાદ્ય ઉત્પાદક કંપનીના નામ સામે આવી રહ્યા છે. હવે મુંબઈના નાલાસોપારામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આજકાલ તો બર્થડે જ નહીં પણ નાના મોટા દરેક પ્રસંગની ઉજવણીમાં કેક કટિંગ થાય છે. અને આપણે સહુ કેક ખાતા હોઇએ છીએ, ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે આપણને કેક ખાતા પહેલાં વિચાર કરતાં કરી મૂકે તેવો છે.  કિસ્સો કંઇક એવો છે કે નાલાસોપારામાં (Mumbai) એક બાળકીના બર્થડેના સેલિબ્રેશન માટે કેક મગાવવામાં આવી હતી. પણ આ કેકમાંથી મરેલી ગરોળી મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ કેક ખાધા પછી બાળકો સહિત ૧૧ જેટલા લોકોની તબિયત લથડી ગઈ હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. 

સેલિબ્રેશન કે માતમ?

રિપોર્ટ્સ અનુસાર નાલાસોપારાસ્થિત નીલકંઠેશ્વર બિલ્ડિંગમાં એક બાળકીનો બર્થડે ઉજવાઇ રહ્યો હતો. સ્વાભાવિક છે કે બર્થડે માટે કેક ઓર્ડર કરવામાં આવી હોય. અહીં પણ પાસે આવેલા `ચામુંડા ડેરી` નામની કેક શોપ (Mumbai)માંથી કેક લાવવામાં આવી હતી. કેક કટિંગ થઇ ગયા પછી આવેલ મહેમાનો અને પરિવારજનોએ કેક ખાવાનું શરૂ કર્યું હતું. સૌ કેક ખાઈ રહ્યા હતા ત્યાં અચાનક કોઈકના ધ્યાનમાં આવ્યું કે આ કેકમાં તો ડેડ ગરોળી છે. પછી તો સેલિબ્રેશનમાં હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા. જેમણે ઓલરેડી કેક ખાઈ લીધી હતી તેમની તબિયત લથડવા લાગી હતી. કેક ખાધાના થોડાક જ સમયમાં તો સાતથિ આઠ લોકોની સ્થિતિ ખરાબ થવા લાગી હતી. ઝાડા-ઊલટી તો કોઈકને ઉબકાં આવવા લાગ્યાં હતા. આ તમામ લોકોને તાકીદે નાલાસોપારાની વિજયલક્ષ્મી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં ડોકટરોએ તેમને સારવાર આપી હતી. રિપોર્ટ્સ અનુસાર ઉર્મિલા વર્મા (32), સલોની ગુપ્તા (16), સુદીક્ષા શાહ (19), આફિયા ઇદ્રિસ (24), રૂબી શાહ (40), શિવ ગુપ્તા (10), પ્રિયાંશ વર્મા (2), પરી યાદવ (7), પ્રિયા વર્મા (8), રુદ્ર શાહ (13) અને પ્રાચી યાદવ (8) આટલા લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે હાલ આ તમામ લોકોની હેલ્થ કન્ડિશન સ્ટેબલ છે અને ચિંતાનું કોઈ કારણ નથી. તેમ છતાં હાલમાં આખરે આ તમામ લોકોની તબિયત લથડવા પાછળનું મેઇન કારણ શું છે તે અંગે તો સત્તાવાર મેડિકલ રિપોર્ટ આવશે ત્યારે જ કહી શકાશે.

તો તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્ય (Mumbai)માં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને અસ્વચ્છતા અંગે રાજ્યના FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ જોરદાર ઝુંબેશ ચાલી રહી છે. હાલમાં જ FDA દ્વારા બ્લિંકિટ (Blinkit), ઝેપ્ટો (Zepto) અને ઇન્સ્ટામાર્ટ (Instamart) જેવા ઓનલાઇન ફૂડ ડિલિવરી એપના ડાર્ક સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. નિયમોના ભંગ બદલ ૮૬ જેટલાં સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને ૧૨ ડાર્ક સ્ટોર્સના FSSAI લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અસ્વચ્છતા, તાપમાન નિયંત્રણનો અભાવ અને જંતુનાશક નિયંત્રણ ન હોવા જેવી ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. હવે એ જોવું રહ્યું કે નાલાસોપારાની આ હચમચાવતી ઘટના બાદ FDA દ્વારા કેક શોપ સામે કોઈ પગલાં લેવાય છે કે પછી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.

mumbai news mumbai nalasopara food and drink food news food and drug administration Crime News mumbai crime news