19 May, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૅન્ડલમાં સંતાડી ૩.૮૬ કરોડ રૂપિયાની સોનાની લગડીઓ
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે ઍડિસ અબાબાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવેલા સેન્ટ્રલ આફ્રિકન દેશ ચૅડના નાગરિકની સોનાની દાણચોરી કરવા બદલ ધરપકડ કરી હતી. તેણે તેનાં સૅન્ડલમાં ૩.૮૬ કરોડ રૂપિયાની કિંમતની ૪૦૧૫ ગ્રામ સોનાની લગડીઓ સંતાડી હતી. એ સોનું કસ્ટમ્સ ઍક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. આ પહેલાં એપ્રિલ મહિનામાં DRIએ મુંબઈ ઍરપોર્ટ પરથી બૅન્ગકૉકથી આવેલા બે પૅસેન્જરના સામાનમાં છૂપાં ખાનાં બનાવી છુપાવેલું ૬.૩૦ કરોડની કિંમતનું સોનું પકડી પાડ્યું હતું.